fbpx
બોલિવૂડ

હું સલમાન કે શાહરૂખ નથી, કામ માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે : અન્નુ કપૂર

છેલ્લા ૪૦ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા અન્નુ કપૂર પોતાના નિડર અંદાજ માટે ઘણા જાણીતા છે. આ દિવસોમાં અન્નુ કપૂર પોતાની આગામી વેબ સિરીઝ ક્રેશ કોર્સના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આટલા વર્ષો સુધી કામ કર્યા પછી સંઘર્ષોને લઈન અન્નુ કપૂરે મોટો ખુલાસો કર્યો છે. જેના અંતર્ગત તેમણે કહ્યું કે, તેઓ હિન્દી ફિલ્મ સ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાન નથી. તેમણે કામ માટે આજે પણ સંઘર્ષ કરવો પડે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મેં શરૂઆતમાં ઘણા એવા પ્રોજેક્ટ કર્યા હતા જે મને બિલકુલ પસંદ નહોતા, પરંતુ પૈસાના કારણે મારે આ બધું કરવું પડ્યું.

પરિવારના ગુજરન માટે પૈસાની જરૂર પડે છે. હું બોલિવૂડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને સલમાન ખાન નથી. ૪૦ વર્ષની આ ફિલ્મી કરિયર દરમિયાન કામ માટે મારે આજે પણ સંઘર્ષ કરવો પડે છે. પૈસા માટે માત્ર હું કામ કરું છું. ફિલ્મો પછી ટીવી અને (ઓ.ટી.ટી) પર મારી કરિયરને લઈને આવ્યો છું. ભૂતકાળમાં, મોટા પડદા સિવાયના પ્લેટફોર્મ પર કામ કરનારાઓને અલગ દૃષ્ટિકોણથી જાેવામાં આવે છે. જાે કે આ બધું હોવા છતાં હું મારા કામ પ્રત્યે સમર્પિત રહું છું, જે એક અભિનેતાની ખાસ ઓળખ હોય છે. આગામી વેબ સિરીઝ ક્રેશ કોર્સને લઈને અન્નુ કપૂરનું નામ સતત ચર્ચામાં છે.

આ સિરીઝમાં અન્નુ કોટાના એક કોચિંગ ઈન્સ્ટિટ્યૂટના માલિક રતનલાલ જિંદાલના રોલમાં જાેવા મળશે. અન્નુ કપૂરની ક્રેશ કોર્સ વેબ સિરીઝ ૫ ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ છે. આ વેબ સિરીઝમાં અન્નુ કપૂર સિવાય, ભાનુ ઉદય, અદિત અરોરા, અનુષ્કા કૌશિક, અને મોહિત સોલંકી જેવા ઘણા કલાકાર છે. આ સિરીઝ દ્વારા અન્નુ કપૂર લાંબા સમય પછી ફિલ્મોમાં વાપસી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts