અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર એક ચૂંટણી રેલી દરમિયાન હુમલો થયો હતો. આ હુમલામાં તેઓ માંડ-માંડ બચ્યા છે અને ગોળી તેમના કાનને અડીને નિકળી ગઈ હતી. આ હુમલા બાદ તેમના કાનમાંથી લોહી નિકળ્યું હતું. આ હુમલા બાદ તેઓ પ્રથમ વખત કાન પર પટ્ટી બાંધીને જોવા મળ્યા હતા. ટ્રંપનો કાન પટ્ટીથી કવર કરવામાં આવ્યો છે. તેનાથી અંદાજ લગાવી શકાય છે કે ટ્રંપના કાનમાં જોરદાર ઈજા થઈ છે. કાન પર પટ્ટી બાંધી રિપબ્લિકન નેશનલ કન્વેંશન (ઇદ્ગઝ્ર) પહોંચ્યા હતા. ડોનાલ્ડ ટ્રંપની આ તસવીર જોરદાર વાયરલ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પેન્સિલવેનિયામાં એક પ્રચાર રેલીમાં તેમના પર થયેલા જીવલેણ હુમલા બાદ મને લાગ્યું કે મારુ “મૃત્યુ નક્કી હતુ” તેમજ તેમણે આ ઘટનાને “વિચિત્ર અનુભવ” ગણાવ્યો છે.
આ ઘટના પછીના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં ૭૮ વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ રૂઢિવાદી અમેરિકી મીડિયાને જણાવ્યું હતું કે તેઓ માને છે કે તે “ભાગ્ય અથવા ભગવાન” ની કૃપાથી બચી ગયા છે. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ સાથે વાત કરતા ભૂતપૂર્વ યુએસ પ્રમુખે કહ્યું, “મારા વિશે એવું માનવામાં આવતું હતું કે હું અહીં નહીં હોઈશ, મારું મૃત્યુ નિશ્ચિત હતું. ” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પેન્સિલવેનિયામાં એક પ્રચાર રેલીમાં તેમના પર થયેલા જીવલેણ હુમલા બાદ મને લાગ્યું કે મારુ “મૃત્યુ નક્કી હતુ” તેમજ તેમણે આ ઘટનાને “વિચિત્ર અનુભવ” ગણાવ્યો છે. આ ઘટના પછીના તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં ૭૮ વર્ષીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ રૂઢિવાદી અમેરિકી મીડિયાને જણાવ્યું હતું કે તેઓ માને છે કે તે “ભાગ્ય અથવા ભગવાન” ની કૃપાથી બચી ગયા છે. ‘ન્યૂયોર્ક પોસ્ટ’ સાથે વાત કરતા ભૂતપૂર્વ યુએસ પ્રમુખે કહ્યું, “મારા વિશે એવું માનવામાં આવતું હતું કે હું અહીં નહીં હોઈશ, મારું મૃત્યુ નિશ્ચિત હતું. “
ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ સીક્રેટ સવિર્સે નિવેદન જાહેર કરી જણાવ્યું હતુ કે શૂટરને ઠાર મારવામાં આવ્યો છે, જેની ઓળખ ૨૦ વર્ષના થોમસ મેથ્યુ ક્રૂક્સ તરીકે થઈ હતી. ટ્રમ્પ પર ગોળી ચલાવ્યા બાદ સ્નાઇપર્સ તરત જ એક્શનમાં આવી ગયા અને તરત જ હુમલાખોર થોમસને ઘટનાસ્થળે જ ઠાર કરી દીધો હતો. થોમસ મેથ્યુ ક્રૂક્સ (્ર્રદ્બટ્ઠજ સ્ટ્ઠંંરીુ ઝ્રિર્ર્ાજ)ના હુમલામાં ડોનાલ્ડ ટ્રમ્પ (ર્ડ્ઢહટ્ઠઙ્મઙ્ઘ ્િેદ્બॅ)ના કાનને અડીને ગોળી નીકળી ગઈ હતી અને પાછળ ઊભેલા તેમના એક સમર્થકને વાગી હતી, જેમાં તેનું મૃત્યુ થયું. ડોનાલ્ડ ટ્રમ્પ પર તે સમયે હુમલો થયો, જ્યારે તે પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા.
આ દરમિયાન એક પછી એક અનેક ગોળીઓ ચાલી, પરંતુ સીક્રેટ સવિર્સ એજન્ટ્સ તરત જ પૂર્વ રાષ્ટ્રપતિને રેલી મંચ પરથી ઉતારીને લઈ ગયા. હુમલા બાદ ટ્રમ્પને તેમના જમણા કાન પર હાથ રાખેલા જોવામાં આવ્યા અને તેમના કાનમાંથી લોહી નીકળી રહ્યું હતું. પેન્સિલ્વેનિયાની રેલીમાં ગોળીબારી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘મને તરત જ ખબર પડી ગઈ હતી કે કંઈક ખોટું થયું છે, કારણ કે મેં એક તીવ્ર અવાજ સાંભળ્યો, ગોળીઓ ચાલી અને તરત જ અનુભવ્યું કે ગોળી મારા કાનની ત્વચાને ચીરીને નીકળી ગઈ છે.’ તેમણે આગળ કહ્યું, ‘આ આઘાતજનક છે કે આપણા દેશમાં આવી ઘટના બની શકે છે.’
Recent Comments