fbpx
રાષ્ટ્રીય

હુ તો CM પદ છોડવા માંગુ છુ પરંતુ CM પદ મને છોડતુ નથી : અશોક ગેહલોત

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આજે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દે ખુલીને વાત કરી તો સચિન પાયલટને લગતા કેટલાક પ્રશ્નોએ ગર્ભિત ઈશારો પણ કર્યો છે. અશોક ગેહલોતે કહ્યું કે, હુ તો મુખ્યપ્રધાન પદ છોડવા માંગુ છુ પરંતુ પદ મને છોડવા નથી માગતું. આમ કહીને એમણે સ્પષ્ટ ઈશારો કર્યો કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં જાે કોંગ્રેસ જીતશે તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન પોતે જ બનશે. અશોક ગેહલોતે સચિન પાયલટને લગતા પ્રશ્નોને લઈને કહ્યું કે જે લોકો સચિન પાયલટ સાથે ગયા હતા તેમાંથી કોઈની ટિકિટનો મે વિરોધ નથી કર્યો.

તેમણે કહ્યું કે વિપક્ષની સમસ્યા એ છે કે, કોંગ્રેસમાં કેમ ઝઘડા નથી થતા. વિપક્ષ ઈચ્છે છે કે, રાજસ્થાન કોંગ્રેસમાં સ્થિતિ કાયમ સળગતી જ રહે જેથી તેઓ તેનો રાજકીય લાભ લઈ શકે.. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોતે, કેન્દ્રની મોદી સરકાર પર સીબીઆઈ, ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાજનીતિ સાથે જાેડાયેલા ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ પણ અશોક ગેહલોતે આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિધાનસભાની ચૂંટણી જીતશે તો શું તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે ?

અશોક ગેહલોતે વધુમાં એમ પણ કહ્યું કે સોનિયા ગાંધી જ નહી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ તેમના પર વિશ્વાસ કરે છે. સીએમ તરીકે પોતે ચાલુ રહેશે તેવો સંકેત આપતા પહેલા ગેહલોતે એમ પણ જણાવ્યું કે, કેવી રીતે સોનિયા ગાંધીએ તેમના પર વારંવાર વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, ‘સોનિયા ગાંધીએ તેમને પહેલીવાર પસંદ કર્યો. સોનિયા ગાંધી પક્ષના પ્રમુખ બન્યા પછી તેમણે પહેલો ર્નિણય લીધો કે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનવું જાેઈએ. તેમણે આ ર્નિણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની કામગીરી જાેયા બાદ લીધો હતો. હું મુખ્યપ્રધાન પદનો ઉમેદવાર ક્યારેય નહોતો. કોંગ્રેસમાં જે કોઈ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોય છે તે ઉમેદવાર જ રહે છે. તે ક્યારેય મુખ્યમંત્રી બની શકતો નથી..

ગેહલોતે વધુમાં કહ્યું, ‘પછી સોનિયા ગાંધીએ મને છૈંઝ્રઝ્રમાં પણ કામ કરવાની તક આપી. છૈંઝ્રઝ્રમાં કાર્ય કર્યા બાદ સીએમ બન્યો, પછી અમે ચૂંટણી ખરાબ રીતે હાર્યા, અમે બહુમતીમાંથી લઘુમતીમાં આવી ગયા. જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપનો ચહેરો બનાવવામાં આવ્યો ત્યારે વાતાવરણ એવું હતું કે અમે દિલ્હીમાં ચૂંટણી બહુ જ ખરાબ રીતે હારી ગયા. જાે કે, તેઓ રાજસ્થાનમાં પણ હારી ગયા હતા. હું ત્રીજી વખત ફરીથી મુખ્યમંત્રી બન્યો. સરકારી યોજના હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વૃદ્ધ મહિલાનો ઉલ્લેખ કરતા ગેહલોતે કહ્યું, ‘તે મહિલાએ મને કહ્યું કે ભગવાન તમને ચોથી વખત મુખ્યમંત્રી બનાવે. એ સમયે મેં તે મહિલાને કહ્યું, સાંભળો માવડી – મારે મુખ્યમંત્રી પદ છોડવું છે. પરંતુ મુખ્યપ્રધાનનું પદ મને છોડતુ નથી. અશોક ગેહલોતે સામે પ્રશ્ન કર્યો કે, ભારતમાં એવા કેટલા મુખ્ય પ્રધાનો એ કહેવાની હિંમત ધરાવે છે કે તેઓ સીએમ પદ છોડવા માંગે છે, પરંતુ સીએમ પદ તેમને છોડતા નથી?

Follow Me:

Related Posts