fbpx
રાષ્ટ્રીય

હૂ નો દાવો : ભારતમાં કોરોનાને કારણે 47 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા

ગુરુવારે ડબ્લ્યુએચઓ(who)એ કોરોનાને કારણે થયેલા મૃત્યુને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોનાને કારણે 47 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, ભારત સરકારે આ આંકડા પર જ સવાલ ઉઠાવ્યા છે. તેમના મતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જે ટેકનિક કે મોડલ દ્વારા આ ડેટા એકત્રિત કર્યા છે તે યોગ્ય નથી.

જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતના વાંધાઓ હોવા છતાં, WHOએ જૂની તકનીક અને મોડલ દ્વારા મૃત્યુના આંકડા જાહેર કર્યા છે, ભારતની ચિંતાઓને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવી નથી.બીજી તરફ ICMRના ડીજી ડૉ.બલરામ ભાર્ગવે પણ આના પર સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે WHO દ્વારા ઉપયોગમાં લેવાતા મોડલ પર વિશ્વાસ કરી શકાય નહીં.

રાહુલ ગાંધીએ WHOના કોરોનાના આંકડા પર પ્રધાનમંત્રી પર નિસાન સાધતા કહ્યું કે સાયન્સ ક્યારે ખોટું ન બોલી શકે તેમને પોતાના ટ્વીટ પર લખ્યુ કે કોરોના મહામારીના કારણે 47 લાખ ભારતીયોના મોત થયા. 4.8 લાખ નહીં જે  સરકારે દાવો કરી રહી છે. પરિવારનુ સન્માન કરો જેમને પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે. અને  આ પરિવારોને રૂ.4 લાખના વળતરની સાથે તેમનુ સમર્થ કરો, અને આ સાથે જ રાહુલ ગાંદીએ WHOનો રિપોર્ટ પણ જોડ્યો છે

Follow Me:

Related Posts