fbpx
બોલિવૂડ

હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન પોતાના નવા પ્રેમને લઇને મૂંઝવણમાં


સુઝેની આ પોસ્ટને તેના પ્રશંસકો તેના ભવિષ્ય સાથેના ર્નિણયને જાેડી રહ્યા છે. લોકોનું માનવું છે કે સુઝન પતાના નવા પ્રેમને લઇને મૂંઝવણમાં છે ? શું તે એ અંગે ર્નિણય નથી લઇ શકતી કે તેને અંગત જીવનમાં આગળ ક્યાં વધવુ છે ? હૃતિક રોશને સુઝેનની આ પોસ્ટને લાઇક કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝન એકટરે લી ગોનીનો ભાઇ અર્સલાલ ગોની સાથેના અંગત સંબંધને કારણે સુઝેન ખાન ચર્ચામાં છે. તે તેને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર પણ બન્નેના પીડીએ સ્પષ્ટ જાેવા મળે છે. જાેકે તેના એક્સ હસબન્ડ હૃતિક સાથે પણ તેનું સારુ બોન્ડિંગ છે. હૃતિક રોશનની એક્સવાઇફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો નથી પરંતુ તે પોતાના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસને કારણે લોકોનું આકર્ષણ બની રહી છે.

સોશિયલ મીડિયા પર તે અવાર-નવાર પોતાની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે સુઝેન હાલ ચર્ચામાં છે. સુઝેન ખાને ઇન્સ્ટાગ્રામ પર મેરેડિથ ગ્રે દ્વારા લખેલી એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તે પોતાના ભવિષ્ય અંગે ર્નિણય લેવાની વાત કરી રહી છે. તય કરો…તો કરો.ર્નિણય લો. ક્યા યહી વહ જીવન હૈ જિસે આપ જીના ચાહતે હૈ ? ક્યા યહ વહ વ્યક્તિ હૈ જિસે આપ પ્યાર કરના ચાહતે હૈ ? ક્યા આપ મજબૂત હો સકતે હૈ કે દયાલુ ? અધિક દયાલુ ? ર્નિણય કરે. સાંસ અંદર લે. સાંસ છોડે ઔર ફેસલા કરે. આ સાથે જ સુઝેને નો પેન અગેન, ડિસાઇડ, સ્ટેટ ઓફ માઇન્ડ જેવા હેશટેગ્સ પણ યૂઝ કર્યા છે.

Follow Me:

Related Posts