fbpx
બોલિવૂડ

હૃતિક રોશન આગામી પ્રોજકેટમાં સલમાન-શાહરૂખ ખાન સાથે જાેવા મળશે

રિતિક રોશનને એક સમયે શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે સારી મિત્રતા હતી. એક નાનકડી ઘટનામાં આ બંને સ્ટાર્સની હરકતોએ રિતિકનું મન દુભવ્યું હતું. રિતિકે જાહેરમાં પોતાની નારાજગી ક્યારેય વ્યક્ત કરી નથી, પરંતુ સલમાન અને શાહરૂખ સાથે ફિલ્મ નહીં કરવાની હઠને તેણે નિયમ બનાવી લીધી છે. આદિત્ય ચોપરા મેગા બજેટ સ્પાય ફિલ્મ પ્લાન કરી રહ્યા છે. આ ફિલ્મમાં રિતિક રોશનની સાથે સલમાન અને શાહરૂખ જાેવા મળશે. સલમાન ખાન ટાઈગરના રોલમાં અને શાહરૂખ પઠાણના કેરેક્ટરમાં જાેવા મળશે.

તેમાં સલમાન અને શાહરૂખ સ્ક્રિન પર સાથે જાેવા મળશે, પરંતુ રિતિક સાથે તેઓ કોઈ સીનમાં જાેવા નહીં મળે. આ ર્નિણયનું કારણ ઘણું જૂનું છે અને રિતિક સાથે બનેલી ઘટનાઓ જવાબદાર છે. રિતિકને લાંબા સમયથી શાહરૂખ અને સલમાન સાથે ફાવતું નથી. જાહેરમાં ક્યારેય કોઈ આ બાબતે બોલતું નથી, પરંતુ મન દુઃખ એ હદનું છે કે, ત્રણેયને સાથે સ્ક્રિન પર જાેવાનું અત્યંત કઠિન છે. શાહરૂખે રિતિક અને સલમાન બંને સાથે કામ કરેલું છે. રિતિક અને શાહરૂખની ફિલ્મ કભી ખુશી કભી ગમ ૨૦૦૧માં રિલિઝ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે અંતર વધી ગયું હતું.

સોર્સીસના જણાવ્યા મુજબ, વીસેક વર્ષ પહેલાં એક એવોર્ડ ફંક્શનમાં સૈફ અલી ખાન અને શાહરૂખ ખાને ભેગા મળીને રિતિકની ફિલ્મ કોઈ મિલ ગયા (૨૦૦૩)ની મજાક ઊડાવી હતી. સૈફ અને શાહરૂખ કોઈ મિલ ગયાના કેરેક્ટર જાદુનો ડ્રેસ પહેરીને સ્ટેજ પર આવી ગયા હતા અને કહ્યું હતું કે, ફિલ્મનો અસલી હીરો તો જાદુ છે. રિતિક સેકન્ડ ક્લાસ એક્ટર છે. રિતિકે કોઈ હોબાળો કર્યો નહીં, પરંતુ મનમાં ગાંઠ બાંધી લીધી. શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમના એક સોન્ગમાં બોલિવૂડના ઘણાં સ્ટાર્સ જાેવા મળ્યા હતા. ડાયરેક્ટર ફરાહ ખાને આ સોન્ગ માટે રિતિકને રીક્વેસ્ટ કરી હતી.

જાે કે જાેધા અકબરના શૂટિંગમાં બિઝી હોવાનું કારણ આપીને રિતિકે ના પાડી દીધી. એવોર્ડ ફંક્શન બાદ રિતિકે ક્યારેય શાહરૂખ સાથે કામ કર્યું નથી. જેના કારણે તેમના રિલેશન્સ પહેલા જેવા નહી રહ્યા હોવાનું ઈન્ડસ્ટ્રીમાં કહેવાય છે. સલમાન ખાન અને રિતિક રોશન વચ્ચેનું મનદુખ ૨૦૧૦ની ઘટના છે. તે સમયે રિતિકની ફિલ્મ ગુજારિશ આવી હતી. તેમાં રિતિકની સાથે લીડ રોલમાં સલમાનની એક્સ-ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય હતી.

સલમાને આ ફિલ્મની રિલિઝના સમય દરમિયાન જણાવ્યું હતું કે, ઈશ્યૂ બેઝ્‌ડ ફિલ્મોને જાેવા માટે કોઈ કૂતરું પણ નહીં જાર્ય ઈચ્છા મૃત્યુ જેવા ગંભીર વિષય પર બનેલી ફિલ્મ બાબતે સલમાને આ કોમેન્ટ કરી હોવાનું કહેવાતું હતું. ફિલ્મના પ્રોડ્યુસર ભણસાલી અને રિતિકે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટના બાદ સલમાન સાથેની ફ્રેન્ડશિપમાં પણ તિરાડ પડી ગઈ. ફિલ્મ મેકર આદિત્ય ચોપરાને ત્રણેય સ્ટાર્સ સાથે સારા સંબંધ છે અને તેમના પ્રયાસોથી પહેલી વખત આ ત્રણ કોઈ ફિલ્મમાં જાેવા મળશે.

Follow Me:

Related Posts