હેં…..દિલ્હીથી ઉત્તરાખંડ જતી શતાબ્દી એક્સપ્રેસ ૩૫ કિલોમીટર સુધી ઉંધી જ દોડી….!!
શતાબ્દી એક્સપ્રેસની ગણતરી દેશની ટોચની ટ્રેનોમાં કરવામાં આવે છે. પરંતુ આ ટ્રેન સાથે કંઈક એવી ઘટના ઘટી કે જેની કરોડો લોકોએ નોંધ લીધી હતી. દિલ્હીથી ઉત્તરાખંડના ટનકપુર જઈ રહેલી પૂર્ણાગિરી જન શતાબ્દી એક્સપ્રેસ અચાનક જ અવળી દિશામાં દોડવા લાગી હતી. થોડુ ઘણું નહીં પણ ટ્રેન ૩૫ કિલોમીટર સુધી આ રીતે ઉંધી જ દોડી હતી. હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં.
જાેકે આખરે ટ્રેન સલામત રીતે અટકતા લોકોએ રાહત અનુંભવી હતી. ટ્રેન અવળી દિશામાં દોડી રહી હોવાની સુચના મળતા જ રેલવે અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં અને પાછળની તરફનો ટ્રેક ખાલી કરાવી લેવામાં આવ્યો હતો. જે ટ્રેક પર ટ્રેન અવળી દિશામાં દોડી રહી હતી તેના પર નાના-નાના પથ્થરોના ટુકડા રાખીને મોટી દુર્ઘટના સર્જાતી અટકી હતી.
દિલ્હીથી પીલીભીત થઈને ઉત્તરાખંડના ટનકપુર જઈ રહી પૂર્ણાગિરિ જન શતાબ્દી એક્સપ્રેસ ટનકપુરમાં હોમ સિગ્નલથી જેવી પસાર થઈ રહી હતી જ્યાં એક ગાય ટ્રેનની નિચે આવી ગઈ હતી. ચાલક દ્વારા બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી. ત્યાર બાદ જ્યારે ટ્રેનને આગળ વધારવા માટે વેક્યૂમ ખેંચવામાં આવી તો આશ્ચર્યજનક રીતે ટ્રેન ટનકપુર જવાની જગ્યાએ વિરૂદ્ધ દીશામાં એકલે કે રિવર્સ દોડવા લાગી હતી. આ ઘટનાથી ટ્રેનમાં સવાર મુસાફરો અવળી ટ્રેનને જાેઈને દંગ રહી ગયા છે. આ ઘટના ગઈ કાલે બુધવારે ઘટી હતી.
ટનકપુર રેલવે સ્ટેશનના અધિક્ષક ડીએસ દરિયાલે જણાવ્યું હતું કે, ટ્રેન રિવર્સ હોવાની સુચના મળતા જ રેલ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. બ્રેક ફેઈલ થઈ ચુકી હતી. તેથી પાટા પર અવરોધ ઉભો કરીને જ ટ્રેનને રોકવી એ એકમાત્ર વિકલ્પ રહ્યો હતો. જેથી રેલવે કર્મીઓએ ટ્રેનના રૂટ પર ઠેક ઠેકાણે નાના-નાના પથ્થર મુકી દીધાં તેનાથી ટ્રેનની ધીમે ધીમે ઓછી થઈ હતી અને આખરે ૩૫ કિલોમીટર બાદ જઈને ટ્રેન અટકી હતી. જાે ટ્રેક પર મોટા પથ્થરો મુકવામાં આવ્યા હોત તો ટ્રેન પલ્ટી જવાનો ખતરો હતો. આમ શતાબ્દી ટ્રેનની આ ઘટનાએ લોકોના શ્વાસ અદ્ધર કરી નાખ્યા હતાં.
Recent Comments