fbpx
અમરેલી

હેડ કર્લાકનું પેપર લીક મામલે બાબરા કનેક્શન, પોલીસે ઝેરોક્ષની દુકાન ચલાવતા યુવાનની અટકાયત કરી

સાબરકાંઠાના હિંમતનગરમાં હેડ કર્લાકનું પેપર લીક થયું હતું.જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ પેપર કાંડનું અમરેલીના બાબરા શહેરમાં પણ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે સાબરકાંઠા પોલીસે બાબરા શહેરમાં પહોંચી સ્ટેમ્પ અને ઝેરોક્ષની દુકાન ચલાવનારા એક યુવાનની અટકાયત કરી સાબરકાંઠા લઈ ગઈ હતી. આ ઘટનાને પગલે બાબરા શહેર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નોંધનીય છે કે પેપર લીક કાંડ મામલે બાબરા બીજું એપી સેન્ટર નીકળી શકે છે એવી ચર્ચાઓ પણ શહેરમાં જોવા મળી

હતી.શખ્સ અમદાવાદ પ્રિંટીંગ પ્રેસ મશીન વાળાનો સંબંધી
હેડ ક્લાકના પેપર લીક મામલે એક બાદ એક અનેક આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સાબરકાંઠા પોલીસ બાબરા શહેરમાંથી એક શખ્સની અટકાયત કરી હતી. જોકે, બાબરાના શખ્સને પોલીસ દ્વારા હજુ સુધી જાહેર કર્યો નથી, પરંતુ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ શખ્સ અમદાવાદ પ્રિંટીંગ પ્રેસ મશીન વાળાનો સંબંધી હોવાને કારણે પેપર અહીંયા સુધી પહોચ્યુ હોવાની શક્યતા છે. બાબરાના આ શખ્સે અન્ય કોઈને પેપર આપ્યું હતું કે કેમ? તે પણ પોલીસ દ્વારા તપાસ કરાશે. બાબરામાંથી ઝડપાએલો આ શખ્સ અગાવ દારૂના ગુનામાં પણ સંડોવાયેલો છે.

બાબરાની સરદાર પટેલ કોલેજ શંકાના ઘેરામાં
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું​​ બી.કોમ સેમ 3ના અર્થશાસ્ત્ર વિષયનું પેપર લીક થયું હતું. જે મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. ત્યારે બાબરાની સરદાર પટેલ કોલેજ પણ શંકાના ઘેરામાં જોવા મળી રહી છે. જેને લઈ ગઈકાલે મોડી રાતે રાજકોટની યુનિવર્સિટી પોલીસ બાબરાની સરદાર પટેલ કોલેજ પહોંચી હતી. જેમાં પ્રિન્સિપાલ, ક્લાર્ક સહિત 5 જેટલા લોકોની અટકાયત કરી રાજકોટ લઈ જવાયા હતા અને પૂછપરછ શરૂ કરાઈ હતી.​​​​​​​

બન્ને પેપર કાંડનું બાબરા કનેક્શન
​​​​​​​ગાંધીનગર પેપર લીક કાંડ મામલે અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર કાંડનું કનેક્શન અમરેલી જિલ્લામાં આવેલા બાબરા શહેરમાંથી નીકળી રહ્યું છે. ત્યારે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ? બાબરના શખ્સ દ્વારા શું શું મદદ કરાઈ હતી? પેપર વહેંચ્યા હતા કે કેમ? સહિતના સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે રવિવારે લીધેલી હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનું સરકારે પણ સ્વીકારી લીધું છે. આ મામલે પોલીસે અનેક આરોપીઓની અટકાયત પણ કરી છે.

Follow Me:

Related Posts