હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ માં ભારતના પાસપોર્ટને યાદીમાં ૮૨ મું સ્થાન
દુનિયાના ૫૮ દિવસોમાં ભારતીયો વિઝા વિના મુસાફરી કરી શકશે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ ની યાદીમાં ભારતને ૮૨ મું સ્થાન મળ્યું છે. ગત વર્ષોની સરખામણીમાં આ વર્ષે ભારતના પાસપોર્ટના સ્થાનમાં વધારો જોવા મળ્યો છે. કારણ કે ભારતનો પાસપોર્ટ વર્ષ ૨૦૨૨ માં ૮૭ મું સ્થાન ધરાવતો હતો. વિદેશ ફરવાના શોખીન ભારતીયો માટે એક ખુશીના સમાચાર છે; હવે, દુનિયાના ૫૮ દિવસોમાં ભારતીયો વિઝા વગર પણ મુસાફરી કરી શકશે.
હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ ની યાદીમાં ભારતના પાસપોર્ટ ને ૮૨ મું સ્થાન આપ્યું છે. જેથી હવે, ભારતીય પાસપોર્ટ સાથે માલદીવ્સ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા જેવા દેશ વિઝા વિના ફરી શકાશે. જોકે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ અનેક માપદંડો આધારિત દરેક દેશના પાસપોર્ટ નું સ્થાન નક્કી કરે છે, ત્યારે આ વખતે હેનલી પાસપોર્ટ ઈન્ડેક્ષ ૨૦૨૪ માં સૌથી પ્રથમ સિંગાપોર ના પાસપોર્ટ ને સ્થાન આપવામાં આવ્યું છે, જેના લીધે સિંગાપોરના નાગરિકોને ૧૯૫ દેશમાં વિઝા વિના પરવાનગી આપવામાં આવી છે. ત્યાર બાદ ઈટાલી, જર્મની, રશિયા, જાપાન અને સ્પેન જેવા દેશ પાસે ૧૯૨ દેશમાં વિઝા વિના ફરવાની તક મળી છે. તો સ્વીડન, આયર્લેન્ડ, ફિનલેન્ડ, ઓસ્ટ્રીયા, સાઉથ કોરિયા, લુક્સમ્બર્ગ અને નેથરલેન્ડ ના નાગરિકો ૧૯૧ દેશમાં ઁટ્ઠજજॅિર્ં ની મદદથી ફરી શકશે.
Recent Comments