હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા ભવન જ નથી !
ભારતની રાજભાષા હિન્દી છે, પરંતુ દેશનાં વિવિધ પ્રાંતોમાં પ્રાંતિય ભાષાનું એટલું જ મહત્વ છે અને આવી ભાષાઓને જીવંત રાખવાની જે-તે પ્રાંતની સરકારો સાથે ત્યાંનાં વિદ્યાધામોની પણ એટલી જ જવાબદારી છે. ગુજરાત સરકારે હાલમાં જ ૮ મહાનગરોમાં સરકારી તથા જાહેર બોર્ડો પર ગુજરાતી ભાષામાં નામ લખવાનો આદેશ જારી કર્યો છે ત્યારે ચિઁતા એ પણ થવી જાેઇએ કે, ભાષા અંગે આપણાં વિદ્યાધામો કેટલાં સજાગ છે? આ બાબતે તપાસ કરતાં જણાયું કે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં નામે ચાલતી ઉત્તર ગુજરાત ર્યુનિવસિટીમાં રાજભાષા કે માતૃભાષા એટલે કે હિન્દી કે ગુજરાતીનું ભાષાભવન જ નથી. ૧૯૮૬ માં સ્થાપાયેલ હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી એ ઉત્તર ગુજરાતની સૌથી મોટી યુનિવર્સીટી છે,
જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી એમ પાંચ જિલ્લાઓમાંથી બે લાખ જેટલાં વિદ્યાર્થીઓ સંલગ્ન અભ્યાસક્રમ સાથે જાેડાયેલા છે. આ ર્યુનિવસિટીને પાછળથી સંસ્કૃત અને પ્રાકૃતમાં વ્યાકરણનાં મહાન ગ્રંથો રચનાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું નામ આપવામાં આવ્યુ હતું. જાેકે, નવાઈની બાબત તો એ છે કે, આ ર્યુનિવસિટી તેનાં સ્થાપના કાળથી આજદિન સુધી તેમાં રાજભાષા કે માતૃભાષાનાં ભવનનું અસ્તિત્વ જ ધરાવતી નથી. સ્થાપના કાળે ૪૨ કોલેજનાં જાેડાણ સાથે શરૃ થયેલી ઉ.ગુ. યુનિવર્સીટી હાલ ૫૧૫ કોલેજાે સાથે સૌથી વધું કોલેજાેનું જાેડાણ ધરાવે છે. હાલમાં ર્યુનિવસિટીમાં અનેક ભવનના બિલ્ડીંગ આવેલા છે, જેમાં ગ્રાન્ટેડ ભાષા ભવનની સાથે સાથે હિન્દી, લો, બાયોટેક, ફીઝીકસ જેવા ગ્રાન્ટેડ ભવનો ફાળવાય તે માટે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગાંધીનગર સ્થિત ઉચ્ચ શિક્ષણ કમિશ્નર કચેરી સમક્ષ લેખિતમાં માંગ કરાઈ છે, છતાં પરિણામ શૂન્ય છે. હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટીમાં ગુજરાતી અને હિન્દી ભાષાનાં ભવન ન હોવાથી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ માટે અનેક મુશ્કેલીઓ પડી રહી છે.
આ અંગે પૂર્વ વાઇસચાન્સેલર, રજિસ્ટ્રાર દ્વારા દરખાસ્ત પણ કરાઇ હતી. જે અનસંધાને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વહેલી તકે મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની બાહેંધરી આપી હતી. પરંતુ તેમનાં કાર્યકાળમાં પણ આ રજૂઆત અંગે માત્ર ઉપેક્ષા જ સેવાઇ હતી.ગુજરાત સરકારે તાજેતરમાં જ આઠ મહાનગરોમાં હોસ્પિટલ, શાળા અને જાહેર સ્થળો પરના બોર્ડ ગુજરાતી લખવા માટેનો આદેશ કર્યો છે. આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે ત્યારે વાત ગુજરાતની એ યુનિવર્સિટીની કે જ્યાં યુનિવર્સિટીની સ્થાપનાથી લઈ આજ દિન સુધી ગુજરાતી ભાષા ભવન જ નથી. ત્યારે શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓએ વહેલીતકે અહીં ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા માગ કરી છે.
Recent Comments