હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પાલનપુરના ૨૦૦થી વધારે છાત્રોએ ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા આપી હતી જેમનું ૧૫ જુલાઈએ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુરના ૨૦૦થી વધુ છાત્રોને સેમ ૧ સીસી ૧૦૧ પ્રશ્નપત્રમાં સમાન ૧૨ ગુણ આપવામાં આવતા છાત્રોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો જેને લઇ સોમવારે છાત્રોએ હેમચંદ્રાચાર્યના યુનિવર્સિટીના વીસીને લેખિત રજૂઆત કરી ન્યાય આપવા માંગ કરી હતી એમએ સેમ ૧ ની પરીક્ષાના પરિણામમાં અલગ અલગ ભૂલો હોવાની રજુઆત મળી છે.તેમજ ક્યાંય છાત્રોએ ખોટા નંબર કે કોડ લખ્યાં છે.
જેથી તમામ બાબતની યોગ્ય તપાસ કરી આ બાબતે શું કરી શકાય તે માટે એક્સપર્ટ ના અભિપ્રાય લઇ છાત્રોના હિતમાં ર્નિણય લેવામાં આવશે.યુનિવર્સિટી દ્વારા એમ.એ સેમ વનની ઓનલાઈન ફેબ્રુઆરીમાં લેવામાં આવેલી પરીક્ષાનું ૧૬ જુલાઈના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ સોફટવેરની ચકાસણીમાં ભૂલોના કારણે છાત્રો નાપાસ થયા હોવાની એક બાજુ એક ફરિયાદો મળી રહી છે. વધુ એક સંલગ્ન મહેસાણાની ખેરાલુ અને હિંમતનગરની તલોદ કોલેજના છાત્રોએ બે વિષયમાં ચકાસણીમાં ભૂલ કરી અણધાર્યા ગુણ આપી નાપાસ કરાયા હોય ફરી ચકાસણી કરી પરિણામ જાહેર કરવામાં આવે તેવી પરીક્ષા નિયામકને આવેદન આપી રજૂઆત કરી હતી.
એમએ સેમ ૧ના ૧૦૧ વિષયમાં તેમજ હિંમતનગરની તલોદ કોલેજના છાત્રો દ્વારા એમએ સેમ ૧માં અર્થ શાસ્ત્ર વિષયમાં છાત્રોએ તમામ પ્રશ્નોના જવાબ સાચા લખ્યા હોવા છતાં ચકાસણીમાં ભૂલ કરી ફક્ત ૫ ,૭ ,૯ જેવા એકી સંખ્યામા જ બધાને ગુણ આપી નાપાસ કરાયા હોય ફરીથી ચકાસણી કરી સુધારા સાથે પરિણામ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. બંને કોલેજાેમાં અંદાજે ૭૦થી ૭૨ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
Recent Comments