હેરાફેરી ૩ અને આવારા પાગલ દિવાના ૨નું પ્રોડક્શન શરૂ થતાં પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. આ બંને ફિલ્મ ફિરોઝ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવાના છે. આ બંને ફિલ્મ કરવા માગતા હોય તો તેમની પાસે રૂ.૬૦ કરોડની માગણી કરવામાં આવી છે. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનિલ શેટ્ટીની સદાબહાર કોમેડી હેરાફેરી ૩નો પ્રોમો થોડા સમય પહેલા શૂટ થયો હતો. ફિલ્મનું પ્રોડક્શન શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે જ પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલા પાસે મોટો પડકાર આવ્યો છે. એરોઝ ઈન્ટરનેશનલ મીડિયાએ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સનો મુદ્દો ઊભો કરી નડિયાદવાલાને જાહેર નોટિસ આપી છે, જેમાં આ બંને ફિલ્મના રાઈટ્સ એરોઝ પાસેથી પરત મેળવવા હોય તો રૂ.૬૦ કરોડ ચૂકવવા જણાવાયું છે. એરોઝ દ્વારા અપાયેલી પબ્લિક નોટિસ મુજબ, ફિલ્મના સંપૂર્ણ અને એક્સક્લુઝિવ ઈન્ટરનેટ રાઈટ્સ તેમની પાસે છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ફિલ્મના બધા અધિકાર એરોઝ પાસે છે. ફિરોઝ નડિયાદવાલાએ આ બંને ફિલ્મ બનાવવી હોય તો એરોઝ પાસેથી રાઈટ્સ પરત ખરીદવા પડે અને તેના માટે રૂ.૬૦ કરોડની ચૂકવણી કરવાની થાય છે. ૨૦૧૫ના વર્ષમાં બંને પક્ષો વચ્ચે કરાર થયા હતા. જેમાં એરોઝ ઈન્ટરનેશનલે રૂ.૧૩૦ કરોડમાં વેલકમ બેક અને હેરાફેરી ૩ના રાઈટ્સ ખરીદ્યા હતા. નોટિસમાં જણાવાયું છે કે, હેરાફેરી ૩નો કોઈપણ ભાગ વિશ્વમાં કોઈપણ જગ્યાએ તેમની મંજૂરી વગર દર્શાવી શકાય નહી. તેમાં આવારા પાગલ દિવાના ૨નો પણ સમાવેશ થાય છે. ઓક્ટોબર ૨૦૨૩માં હેરાફેરી ૩ને ફ્લોર પર લઈ જવાનો પ્લાન છે અને ડાયરેક્શનની જવાબદારી ફરહાદ સામજીને સોંપાઈ છે.
હેરાફેરી-આવારા પાગલ દિવાનાના રાઈટ્સ માટે ૬૦ કરોડની માગણી

Recent Comments