વર્ષ ૨૦૦૦માં આવેલી ફિલ્મ ‘હેરા ફેરી’ બોલિવૂડની જબરદસ્ત કોમેડી ફિલ્મ બની હતી અને જ્યારે આ ફિલ્મનો બીજાે ભાગ ‘ફિર હેરા ફેરી’ વર્ષ ૨૦૦૬માં આવી ત્યારે તેના પણ ખૂબ વખાણ થવા લાગ્યા હતા. આ એક એવી બોલિવૂડ ફિલ્મ છે, જેને લોકો વારંવાર જાેવાનું પસંદ કરે છે, અને કંટાળતા નથી. હવે આ ફિલ્મનો ત્રીજાે ભાગ પણ આવવાનો છે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારથી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ ‘હેરા ફેરી ૩’ વિશે ચર્ચા શરૂ થઈ છે, ત્યારથી લોકોમાં આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
હવે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે અને ફિલ્મમાં પહેલા જેવા જ મુખ્ય કલાકારો છે. વચ્ચે સમાચાર આવ્યા હતા કે, આ ફિલ્મમાં અક્ષયનું સ્થાન કાર્તિક આર્યન લેશે, પરંતુ હાલમાંજ શૂટિંગ સેટ પરથી લીક થયેલી એક તસવીરે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કાર્તિકને ફિલ્મમાં સ્થાન મળી શક્યું નથી, અને અક્ષય તેની ભૂમિકામાં હશે. ‘હેરા ફેરી ૩’ના શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીરમાં અક્ષય, સુનીલ અને પરેશનો લૂક પણ જાેવા મળ્યો છે. તસવીરમાં ત્રણેય તેમના પહેલાના લુકમાં જ જાેવા મળ્યા છે. જેમાં આ ત્રણેયનો ગેટઅપ તેમની છેલ્લી બે ફિલ્મો જેવો જ જાેવા મળ્યો છે. આ ત્રણેય કલાકારોની શૂટિંગ સેટ પરથી લીક થયેલી તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ તસવીર જાેયા બાદ યુઝર્સ ખૂબ જ ખુશ છે, અને સતત આ તસવીર પર કોમેન્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ૨૧ માર્ચ ૨૦૦૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘હેરા ફેરી’નું કુલ બજેટ ૨૫.૫ કરોડ હતું અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મની કુલ કમાણી લગભગ ૯૦.૫૨ કરોડ હતી. તે જ સમયે, વર્ષ ૯ જૂન ૨૦૦૬માં આવેલી આ ફિલ્મના બીજા ભાગ ‘ફિર હેરા ફેરી’ને ૧૮ કરોડ જેટલા બજેટમાં બનાવવામાં આવી હતી. જેમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મે કુલ ૬૯.૧૨ કરોડ જેટલી કમાણી કરી હતી. જાેકે, નિર્માતાઓએ આ ફિલ્મના બંને ભાગોમાંથી ઘણો નફો કર્યો છે, તેથી એવી અપેક્ષા રાખી શકાય છે કે ‘હેરા ફેરી ૩’ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી શકે છે અને કદાચ આ માટે મેકર્સે આ ફિલ્મ પર વધુ રોકાણ કર્યું છે. અને ફિલ્મ પર ફોકસ રહી રહી છે.
Recent Comments