fbpx
અમરેલી

હેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા યોજાયેલ “યુવા નેતૃત્વ અને સામુદાયીક વિકાસ પ્રશિક્ષણ શીબીર

અમરેલી નહેરુ યુવા કેન્દ્ર કચેરી દ્વારા યોજાયેલ “યુવા નેતૃત્વ અને સામુદાયીક વિકાસ પ્રશિક્ષણ શીબીર”

ભારત સરકાર યુવાકાર્ય અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા આયોજીત “યુવા નેતૃત્વ અને સામુદાયીક વિકાસ પ્રશિક્ષણ શીબીર” તા-૨૪/0૨/૨૦૨૩ થી તા-૨૬/0૨/૨૦૨૩  સુધી ૦૩ દિવસ માટે ગ્રામ્ય લેવલ ના યુવાઓને તાલીમ અને માર્ગદર્શન આપવા એસ.બી.આઈ. ટ્રેનીગ સેન્ટર ગાયત્રી મંદિર પાસે અમરેલી ખાતે ૪૦ યુવાઓ માટે નિવાસી ટ્રેનીગ નું આયોજન કરવામાં આવેલ.

કાર્યક્રમ ઉદઘાટન સમારોહ સૌપ્રથમ યુવાઓના આદર્શ સ્વમીવિવેકાનંદજીની છબીને મલ્યાર્પર્ણ કરી દિપ પ્રાગટ્ય  કરવામાં આવેલ બાદ કાર્યક્રમનાં મુખ્ય મહેમાન પ્રજાપતિ સાહેબ જિલ્લા રોજગાર અધિકારી અમરેલી નું પુષ્પગુચ્છ થી સ્વાગત પ્રવિણ જેઠવા ઓફીસ અસીસ્ટન નહેરુ યુવા કેન્દ્ર અમરેલી, વિકાસકુમાર અસીસ્ટન પ્રોજેકટ ઓફિસર નું ઋત્વિકા સોલંકી nyv બાબરા , કિરણ કોટીલા પ્રમુખશ્રી કેસરી યુવા મંડળનું લક્ષ્યાંક સરવૈયા nyv લાઠી, મેધાણી સાહેબ શ્રી વિકીભાઈ એસ.બી.આઈ.ગ્રામીણ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થાના કૉઓડીનેતર નું આશિષ, હેતલબેન બગથલિયા  મહિલા સખીમંડળ પ્રમુખ નું કીંજલ શિરોયા દ્વારા પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ .

કાર્યક્રમ ની શરૂઆત માં શિખર રસ્તોગી નાં DYO નાં માર્ગદર્શન હેઠળ શ્રી પ્રવિણ જેઠવા ઓફીસ આસીસ્ટન દ્વારા નહેરુ યુવા કેન્દ્ર ની પ્રવૃત્તિઓ તથા આ ત્રણ દિવસ (TYLCD) તાલીમ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવેલ કાર્યક્રમ નાં મુખ્ય મહેમાન પ્રજાપતિ સાહેબ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા યુવાઓને રોજગારલક્ષી માહિતી આપવામાં આવેલ કિરણ કોટીલા તથા શિવમ ગોસાઈ દ્વારા શીબીર અને અનુરૂપ યુવાઓને ઉત્સાહભેર શીબીરનો લાભલેવા જણાવેલ .

આત્રણ દિવસ શીબીર માં પ્રો.જે.એમ.તળાવીયા NSS ઓફિસર,મેધાણીસાહેબ એસ.બી.આઈ.અમરેલી, શ્રી જેબલિયા સાહેબ સાયબર ક્રાઈમ ઓફિસર, પ્રિયાંક ભટ્ટ ,ભૂષણ જોષી યુવા વક્તા. H.C ગઢવી સાહેબ જિલ્લા ફાયર સેફટી અધિકારી અમરેલી ,મેહુલભાઈ બારૈયા વગેરે વક્તાઓએ ત્રિદિવસ શીબીર માં પોતાનું વક્તવ્ય આપેલ. 

ફાયર સેફટી અધિકારી શ્રી H.C ગઢવી સાહેબ તથા તેમની ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો દ્વારા ફાયર સેફટી અંગે આગ , કુદરતી આફતો વગેરેમાં સ્વબચાવ , રેસ્ક્યુ તથા સાધનો વિષે માહિતી આપી ડેમોસ્ટેશન  આપવામાં આવેલ.

તા-૨૬/02/૨૦૨૩ રવિવાર નાં રોજ આ ત્રિદિવસીય તાલીમ શીબીર નો સમાપન કાર્યક્રમ એચ.સી.ગઢવી નાં મુખ્ય મહેમાન પદે યોજવામાં આવેલ જેમાં તેમણે યુવાઓને આ તાલીમ શિબિરમાં શિખવવામાં આવેલ વિવિધ સ્કીલ તેમજ માર્ગદર્શન નો સમાજનાં ઉથાન માટે ઉપયોગ કરી એક સારા નાગરિક બનવાં અપીલ કરેલ તેમજ પ્રવિણ જેઠવા ઓફીસ અસીસ્ટન નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા યુવાઓને કચેરી દ્વારા રાષ્ટ્રીય યુવા સ્વયંમ  સેવક ભરતી તા-૦૯/૦૩/૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી વધુ વિગતે માટે બહુમાળી ભવન અમરેલી નો સપર્ક કરવા જણાવેલ ત્રણ દિવસ સુધી કાર્યક્રમ નું સંચાલન શિવમ ગોસાઈ (NYV) દ્વારા કરવામાં આવેલ.  યુવાઓને ત્રણ દિવસ રહેવા જમવાની સંપૂર્ણ સગવડ કચેરી દ્વારા કરવામાં આવેલ.

કાર્યક્રમને સફળ બનાવવાં કિશન બારેયા ,પરમાર સાગર,ફેનિલ ગોધાણી,લક્ષ્યાંક સરવૈયા  ,જલ્પા કણબી, ઋત્વિકા સોલંકી ,કીંજલ શિરોયા ,ગોપી બોરીચા NYV એ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts