હેર કલર કરતા લોકો ખાસ વાંચી લે ‘આ’, નહિં તો પડી જશે ટાલ
આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકોના વાળ વ્હાઇટ થઇ જતા હોય છે. સફેદ વાળ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જો કે આજકાલ વ્હાઇટ હેરને છુપાવવા માટે અનેક લોકો વાળમાં કલર કરાવતા હોય છે અને પોતાના લુકને વધારે સુંદર બનાવતા હોય છે.
હેર કલરની પાછળ અનેક લોકો હજારો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. તેમ છતાં થોડા મહિનામાં જ વ્હાઇટ વાળ પાછા દેખાવાના શરૂ થઇ જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વાળમાં કલર કરવાથી વાળને કેટલું મોટું નુકસાન થાય છે. આ સાથે જ વાળમાં કલર કરવાથી અનેક પ્રકારની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. તો જાણી લો તમે પણ હેર કલરથી થતા આ નુકસાન વિશે…સાથે ખાસ જાણી લો આ નુકસાનથી બચવા માટે શું કરશો.
- વાળમાં હેર કલર કરવાથી વાળ ખરવા લાગે છે. કલરમાં વધુ પ્રમાણમાં કેમિકલ્સ હોય છે જે સ્કૈલ્પ પર લાગે છે જેના કારણે વાળ ખરવા લાગે છે.
- કેમિકલ ટ્રિટમેન્ટને કારણે હેર ફોલિકલ્સ નબળા પડવા લાગે છે. હેવી કેમિકલ્સને કારણે જ્યારે કલર વાળમાં લગાવો છો ત્યારે વાળ તૂટવાના શરૂ થઇ જાય છે. વાળની વોલ્યુમ પણ આનાથી ઓછી થવા લાગે છે જેના કારણે વાળ પાતળા થવા લાગે છે અને વાળ બગાડવાના શરૂ થઇ જાય છે.
- હેર કલરમાં વધારે પ્રમાણમાં કેમિકલ્સ હોવાથી વાળનો રંગ બદલાઇ જાય છે. કલરને કારણે અનકે લોકો ઉંમર પહેલા ઘરડા દેખાવા લાગે છે.
- વાળમાં કલર કરો છો ત્યારે વાળનું નેચરલ ઓઇલ ખતમ થઇ જાય છે અને વાળ ડેમેજ થવાના શરૂ થઇ જાય છે.
હેર કલર કરતા પહેલા રાખો આ સાવધાની
- વાળમાં એવો કલર ના લગાવો જેમાં એમોનિયા હોય.
- હેર કલર માટે હર્બલ કલરનો ઉપયોગ કરો.
- જો તમારે કલરની કોઇ જરૂરિયાત ના હોય તો વાળમાં કલર કરવાનું ટાળો.
- વાળમાં હંમેશા તેલની માલિશ કરતા રહો.
Recent Comments