રાષ્ટ્રીય

હેલ્ધી લાઇફ સ્ટાઇલ જીવવા માટે ખાવાની આ પ્રકારની ટેવ પાડો, ચોક્કસથી રોગોથી દૂર રહેશો

હેલ્ધી રહેવા માટે સૌથી જરૂરી હોય તો એ ખોરાક છે અને ત્યારબાદ કસરત. જોકે, આ બન્ને યોગ્ય રીતે જળવાતુ હોય તો જ વ્યક્તિ હેલ્ધી રહી શકે છે. તમે પણ તમારા જીવનમાં કેટલીક હેલ્થને લગતી પ્રક્રિયાઓને લઇ શકો છો. જેમ કે, નિયમિત ખાવુ, દરરોજ સવારે બ્રેકફાસ્ટમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ, જ્યુસ વગેરેનો ઉપયોગ કરવો. આ ઉપરાંત પ્રોટીન અને જરૂરી માત્રામાં કાર્બોહાઇડ્રેડ લેવુ જોઇએ.

આ ઉપરાંત કોઇ પણ સમયમાં જંકફૂડને ટાળવુ જોઇએ. જંકફૂડથી હંમેશા દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમાં આવતો મેદો અને બહારની વસ્તુઓ જે અનહાઇજેનિક છે તેને સતત ટાળવી જોઇએ.

આ ઉપરાંત સાંજે સૂર્યાસ્ત પહેલા જમી લો, તમારૂ સાંજનું ભોજન સાંજના 7 વાગ્યા પહેલા થઇ જવુ જરૂરી છે. અત્યારે જોવા મળતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની બીમારીઓ અનિયમિત ખોરાક અને રાત્રે મોડે સુધઈ જમવાની ટેવને કારણે થઇ રહ્યુ છે. આ નિયમનું પાલન હંમેશા કરો. આ સાથે વહેલા સુઇ જઇ સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો તો જ હેલ્ધી લાઇફ તરફ આગળ વધશો.

આ ઉપરાંત તમારા ડીનર અને લંચની અંદર 30 ટકાથી વધુ ભાગ ફ્રૂટ્સનો હોવો જોઇએ. કેમ કે, ફ્રૂટ્સ ખાવાથી અનેક પ્રકારના ઇગ્રીડીયન્સ, વિટામિન, મીનરલ વગેરે આસાનીથી મળી રહે છે.

Follow Me:

Related Posts