અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ જીવતા અને અચાનક વજન વધવાની મુશ્કેલીઓથી લોકો હેરાન પરેશાન છે. જ્યારે કેટલાક લોકો એવા છે જેઓ તેમના પાતળા શરીરને હુસ્ટપૃષ્ટ બનાવવામાં વ્યસ્ત છે. આવી સ્થિતિમાં પોતાનું વજન વધારવા માટે, પોતાને ફિટ રાખવા માટે તેઓ જીમ જાય છે અને ત્યાં મોંઘાદાટ પાવડરનો સહારો લે છે. પરંતુ જો તમે ઈચ્છો તો કેટલાક ફળોનો રસ પીને પણ તમારું વજન વધારી શકો છો અને ઘટાડી પણ શકો છો પરંતુ ઘટાડવા માટે એ રીતે ડાયટ બનાવવો જરૂરી છે. કેળાનું જ્યુ સ વજન વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. કેળામાં પૂરતી કેલરી, પોષણ હોય છે. આ સિવાય કેળામાં નેચરલ સુગર પણ હોય છે, આ તમામ બાબતો તમારા વજનને વધારવામાં મદદ કરશે. ચીકુનું જ્યુસ વજન વધારવા માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનું વધુ સેવન કરવાથી તમારું વજન વધારવામાં ફાયદો થઈ શકે છે. જેમાં કાર્બોહાઈડ્રેટ અને ખાંડનું પ્રમાણ વધુ હોય છે. આ ઉપરાંત ચીકુ પ્રોટીન, આયર્ન, વિટામીન એની ઉણપને પણ દૂર કરે છે. જો તમે પણ વજન વધારવા માંગો છો, તો તમે તમારા આહારમાં કેળા, કેરી, ચીકુ અને એવોકાડોનો રસ સામેલ કરી શકો છો. દરરોજ એક ગ્લાસ એવોકાડો જ્યુસ પીવાથી તમે તમારું વજન વધારી શકો છો. જે પાચનમાં પણ સુધારો કરે છે. આ ઉપરાંત રાજમાં પણ ખાઈ શકો છો. કેટલાક લોકો એવું માને છે કે વજન ઉતારવું બહુ જ અઘરું હોય છે, પણ હેલ્ધી રીતે વજન વધારવું, ફેટ ન વધવા દેવું અને પરફેક્ટ બોડી મેળવવી પણ બહુ જ મુશ્કેલ છે. જેના માટે ખાવા-પીવામાં ખાસ ધ્યાન આપવું પડે છે. 70 ટકા ખોરાક પર ધ્યાન અને ફક્ત 30 ટકા કસરત કરવાથી તમે ધાર્યું પરીણામ મેળવી શકો છો. એમાંય હેલ્ધી રીતે વજન વધારવું અત્યંત જરૂરી છે. જેથી આજે અમે તમને વજન વધારવા માટે બેસ્ટ, સરળ અને ઈફેક્ટિવ ડાયટ પ્લાન વિશે જણાવીશું. જેનાથી તમે હેલ્ધી રીતે વજન વધારી શકો છો. આ ટિપ્સ છોકરા અને છોકરીઓ બંને માટે કારગર
હેલ્ધી લાઈફ સ્ટાઈલમાં વધેલા વજનને ઘટાડવું જરૂરી છે, ફ્રૂટ અને જ્યુસ તમને આવી શકે છે કામ, યોગ્ય ડાયટ બનાવો

Recent Comments