હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ના સેવાસેતુ એ જરૂરીયાત મંદ દર્દી નારાયણો ની જીંદગી મહેકાવી
સુરત સોશ્યલ મીડિયા પ્લેટફોમ નો સદઉપીયોગ કરી દર્દી નારાયણો ને કરોડો ની રકમ જરૂરિયાતમંદ દર્દી નારાયણો ના ખાતા પહોંચાડી દેનાર સુકલાકડી કાયા ધરાવતા વામવય મહેશ ભુવા કંઇક નવું કરી સૌ કોઈ ને ચોંકાવી દેતા કામો માટે અસાધારણ ને સાધારણ બનાવી દેવા માટે જાણીતા છે પોતા ના જન્મદીન ની અનોખી ઉજવણી કરી હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરી એ સંસ્થાન “હેલ્પીંગ” ખરેખર જનકલ્યાણ નું કેન્દ્ર બની રહી છે સરકાર સમાંતર જ સેવાસેતુ નામ થી આરોગ્ય સેવાસેતુ માં ચૂંનદા તજજ્ઞ તબીબો ની તદ્દન નિઃશુલ્ક તપાસ સારવાર મળી રહે તેવા ઉમદા અભિગમ સાથે શરૂ કરાયેલ સેવાસેતુ માં અતિ જટિલ ઓપરેશનો તપાસો સારવાર જરૂરિયાત મંદ દર્દી નારાયણો ને મળી રહે તે માટે વિવિધ વિષયો ના નિષ્ણાંત તબીબો ને રૂબરૂ મળી સેવાસેતુ માં નિઃશુલ્ક સેવા આપવા સમય તારીખ તેને સંલગ્ન પરીક્ષણ સ્ટાફ નું સુંદર સંકલન કરી તમામ રોગોના સ્પેશિયાલિસ્ટ ડોકટરો તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ દ્વારા નિદાન સારવાર દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ બની રહું છે
તાજેતર માં જન્મજાત ફાટેલા હોઠ અને તાળવા ધરાવતા બાળકોની પ્લાસ્ટિક સર્જરી ફ્રી કરી ડો.ભાવિન પટેલ પ્લાસ્ટિક સર્જન જન્મજાત ફાટેલા હોઠ અને તાળવા (Cleft Lip And Palate) ધરાવતા બાળકોની પ્લાસ્ટિક સર્જરી કરતા ડો.ભાવિન પટેલ જેમણે ૨૦૦૦ થી વધુ બાળકોની સારવાર કરી છે મૂળ સૌરાષ્ટ્ર ના અમરેલી જિલ્લા ના કુંકાવાવ તાલુકા મહેશ ભુવા નાનો પણ રાય નો દાણો વામવય ના સુકલાકડી કાયા ધરાવતા યુવક મહેશ ભુવા એ સોશ્યલ મીડિયા નો સકારાત્મક ઉપીયોગ કરી અત્યાર સુધી માં ૧૦ કરોડ થી વધુ ની રકમ જરૂરિયાત મંદ દર્દી નારાયણો ગરીબ ગુરબા અતિથિ અભ્યગતો ને અલિપ્ત ભાવે મદદ કરી માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરી છે માનવ સેવા ની દુરંદેશી એ સ્થપિત સંસ્થા હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત માનવ સમાજ માટે હેલ્પીંગ બની રહી છે સંસ્થા દ્વારા શરૂ કરાયેલ સેવાસેતુ ખરા રૂપે જરૂરિયાત મંદ માટે સેતુ બની છે
Recent Comments