fbpx
રાષ્ટ્રીય

હૈદરાબાદની ફાર્મા કંપની હેટેરો પર આઇટીના દરોડા:ફાર્મા કંપનીમાં રેડ દરમ્યાન ૧૪૫ કરોડ રોકડા મળી આવ્યા

આવકવેરા વિભાગ દ્વારા કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જેમ કે વ્યક્તિગત ખર્ચ કંપનીના ખાતાઓમાં લખવામાં આવી રહ્યો છે અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત સરકારી નોંધણી કિંમત કરતાં ઓછી બતાવવામાં આવી છે. કંપની પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડ ભરેલા અન્ય બંડલ મળી આવ્યા હતા.હેટેરોએ ગયા મહિને કહ્યું હતું કે તેને હોસ્પિટલમાં દાખલ પુખ્ત વયના લોકોમાં ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ની સારવાર માટે ટોસિલિઝુમેબના બાયોસિમિલર વર્ઝન માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડ્ઢઝ્રય્ૈં) તરફથી ઈમર્જન્સી ઉપયોગ માટેની પરવાનગી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ ફાર્મા કંપની એ કંપનીઓમાં સામેલ છે, જેણે ભારતમાં કોવિડ-૧૯ વેક્સિન સ્પુતનિક વીના નિર્માણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યા છે.આવકવેરા વિભાગે હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા. આ દરોડામાં અધિકારીઓ ત્યારે દંગ રહી ગયા, જ્યારે તેમને રૂ. ૧૪૨ કરોડ કેશ તિજાેરીઓમાંથી મળ્યા. એક તિજાેરીમાં તો કેશ ભરવા વચ્ચે પાર્ટિશન પણ નહોતાં. આવકવેરા વિભાગે કહ્યું હતું કે દસ્તાવેજાે તપાસ્યા પછી ખબર પડી કે આ કંપનીએ રૂ. ૫૫૦ કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની દુનિયાના ૫૦થી વધુ દેશમાં ભારતમાં ઉત્પાદિત દવાઓની નિકાસ કરે છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન અનેક બેંકોનાં લૉકરની માહિતી મળી હતી. દરોડા દરમિયાન અત્યારસુધીમાં ૧૪૨.૮૭ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કુલ ૫૫૦ કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (ઝ્રમ્ડ્ઢ્‌)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “દરોડા દરમિયાન, અનેક બેંક લોકર મળી આવ્યાં હતાં, જેમાંથી ૧૬ ચાલુ હાલતમાં હતાં. અત્યારસુધીમાં દરોડામાં રૂ. ૧૪૨.૮૭ની બિનહિસાબી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. સત્તાવાર સૂત્રોએ તેનું નામ હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્મા ગ્રુપ સાથે જાેડાયેલું હોવાનું જણાવ્યુ છે. ઝ્રમ્ડ્ઢ્‌ એ કહ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે. ઝ્રમ્ડ્ઢ્‌ આવકવેરા વિભાગ માટે નીતિ તૈયાર કરે છે. સીબીડીટીએ વધુમાં જણાવ્યું હતું કે હજી આગળ તપાસ ચાલી રહી છે. સીબીડીટી ઇન્કમટેક્સ વિભાગ માટેની નીતિઓ તૈયાર કરે છે. સીબીડીટીએ કહ્યું કે આ કંપની ફાર્માસ્યુટિકલ સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે અને મોટાભાગે અમેરિકા અને દુબઈ જેવા દેશો તેમનં કેટલાક આફ્રિકન દેશો અને યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે, “ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજાે વગેરેના સ્વરૂપમાં ગુના સાબિત કરનારા દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા છે અને જૂથ દ્વારા બનાવેલ એસએપી અને ઈઇઁ સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્રિત કરવામાં આવ્યા હતા. ” કોવિડ-૧૯ ની સારવાર માટે અનેક કરારો પર હસ્તાક્ષર અને વિવિધ દવાઓ જેમ કે રેમડેસિવિર અને ફેવિપિરાવીર જેવી અનેક દવાઓ વિકસિત કરવા માટેના કામોમાં સામેલ હોવાને કારણે હેટેરો જૂથ હેડલાઇનમાં રહ્યું હતું. હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઇજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં ૨૫ થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.

Follow Me:

Related Posts