હૈદરાબાદમાં રક્ષામંત્રીએ સંયુક્ત સ્નાતક પરેડને સંબોધી દેશના આત્મ-સમ્માનને કોઇપણ પ્રકારની નુકસાની સહન ન થઇ શકેઃ રાજનાથ સિંહ
આ નવું ભારત છે જે સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે
દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ કહ્યું કે ચીનની સાથે સરહદ વિવાદથી ભારત જે રીતે વ્યવહાર કર્યો છે તેણે સાબિત કરી આપ્યું કે ભારત નબળું નથી. સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ રીતે એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે. આ ગતિરોધને ઉકેલવા માટે બંને દેશોની વચ્ચે કેટલાંય પ્રકારની વાતચીત પણ થઇ ચૂકી છે.
હૈદરાબાદમાં ડિંડીગુલ વાયુસૈનિક એરપોર્ટ પર સંયુકત સ્નાતક પરેડને સંબોધિત કરતાં રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત વિવાદોના શાંતિપૂર્ણ સમાધાનમાં વિશ્વાસ ધરાવે છે પરંતુ દેશના આત્મ-સમ્માનને કોઇપણ પ્રકારની નુકસાની સહન થઇ શકે નહીં. રાજનાથ સિંહે કહ્યું કે કોવિડ-૧૯ મહામારી દરમ્યાન ‘ચીનના વલણે તેના ઇરાદોઓને વ્યકત કરી દીધા’. તેમણે કહ્યું કે ‘પરંતુ આપણે સાબિત કર્યું છે કે ભારત નબળું નથી. આ નવું ભારત છે જે સરહદ પર ઉલ્લંઘન, આક્રમકતા તથા કોઇપણ પ્રકારની એકતરફી કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપી શકે છે.’
સિંહે કહ્યું કે ભારતને ઘણા દેશોનો ટેકો મળ્યો છે અને તેની પ્રશંસા પણ થઈ છે. ગતિવિધિનું સમાધાન શોધવા માટે રાજદ્વારી અને સૈન્ય સ્તરે અનેક તબક્કાની વાટાઘાટોનો ઉલ્લેખ કરતાં રક્ષામંત્રી એ કહ્યું કે, ‘હું ફરીથી કહેવા માંગુ છું કે આપણે સંઘર્ષ, શાંતિ ઇચ્છીએ છીએ પરંતુ દેશના આત્મસન્માનને કોઈપણ પ્રકારની નુકસાની સહન થશે નહીં. ‘
રાજનાથે એમ પણ કહ્યું હતું કે દેશ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. સિંહે કહ્યું કે પાકિસ્તાન સરહદો પર છૂટાછવાયા સંઘર્ષોને અંજામ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સામે ચાર યુદ્ધોમાં પરાજિત થવા છતાંય પડોશી દેશ આતંકવાદ દ્વારા છદ્મ યુદ્ધ છેડી રહ્યું છે, પરંતુ સૈન્ય દળ અને પોલીસ આતંકવાદ સામે અસરકારક રીતે કાર્યવાહી કરી રહ્યું છે.
પાકિસ્તાનના બાલાકોટ ખાતે આતંકવાદીઓની શિબિરો પર ભારતના હવાઇ હુમલાનો ઉલ્લેખ કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે ભારત દેશની અંદર આતંકવાદનો અસરકારક રીતે મુકાબલો કરી રહ્યું નથી પરંતુ સરહદોની બહાર પણ કાર્યવાહી કરી રહ્યું છે. તેમણે કહ્યું કે તે વિશ્વને ભારતની સૈન્ય તાકાત અને આતંકવાદ વિરુદ્ધ ભારતના મજબુત ઇરાદા બતાવે છે.
Recent Comments