હૈદરાબાદ પોલીસે તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, તમામ આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી

રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે તેની અસલી જાતિની ઓળખાણ સૌને થઈ જશે
હૈદરાબાદ પોલીસે વિદ્યાર્થી રોહિત વેમુલા ના મોત કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો, જેમાં કહેવાયું છે કે, રોહિત દલિત નહોતો અને તેનું મોત એટલા માટે થયું કેમ કે તેને ડર હતો કે તેની અસલી જાતિની ઓળખાણ સૌને થઈ જશે. ક્લોઝર રિપોર્ટમાં તમામ આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી છે.
આપને જણાવી દઈએ કે, આરોપીઓમાં સિકંદરાબાદના તત્કાલિન સાંસદ બંડારુ દત્તાત્રેય, એમએલસી એન રામચંદર રાવ અને હૈદરાબાદ યુનિવસિર્ટીના કુલપતિ અપ્પા રાવ ઉપરાંત કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને અખિલ ભારતીય વિદ્યાર્થી નેતાઓને દોષમુક્ત કરી દીધા છે.રોહિતના મોત સમયે સ્મૃતિ ઈરાની માનવ સંસાધન વિકાસ મંત્રી હતા. પોલીસે ક્લોઝર રિપોર્ટમાં એવું કહ્યું છે કે, પુરાવાની કમીના કારણે કેસ બંધ કરી દીધો છે. હાઈકોર્ટે હવે વેમુલા પરિવારની વિરોધ અરજી તરીકે નીચલી કોર્ટમાં અપીલ કરવાના નિર્દેશ આપ્યા છે.
Recent Comments