હનીમૂન પર વર તેની કન્યા સાથે હોવો જાેઈએ. આ હનીમૂન પર પત્નીને બદલે વરરાજા તેની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કોલ દ્વારા મીઠી મીઠી વાત કરી રહ્યો હતો. જ્યારે દુલ્હન એ જાેયું તો હોબાળો મચી ગયો હતો. આ સાથે જ, વરરાજાએ હોટલમાં દુલ્હનને માર માર્યો હતો. મામલો એટલો વધી ગયો કે, હોટેલ સ્ટાફે દુલ્હનને બચાવવી પડી હતી. હજુ તો હનીમૂન શરૂ જ થયું હતું, ત્યા તો બીજા જ દિવસે બંને પોતપોતાના ઘરે પાછા આવી ગયા હતા. જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો આગરાના એક હાઈપ્રોફાઈલ પરિવારનો છે. એપ્રિલ ૨૦૨૨માં આગ્રાની યુવતીના લગ્ન ફાઇવ સ્ટાર હોટલમાં થયા હતા.
૧૦ દિવસ પછી રાકેશ અને રિયા હનીમૂન પર શિમલા ગયા હતા. બંને ત્યાં એક રિસોર્ટમાં રોકાયા હતા. હનીમૂન દરમિયાન, જ્યારે વરને તેની દુલ્હન સાથે રહેવાનું હતું, ત્યારે તે તેની ગર્લફ્રેન્ડ સાથે વીડિયો કૉલ પર વાતો કરી રહ્યો હતો. જ્યારે દુલ્હને એ જાેયું તો તેણી ગુસ્સે થઈ હતી. આ મામલો એટલો વધી ગયો કે, વરરાજાએ કન્યાને માર માર્યો હતો. વરરાજાએ દુલ્હનને એટલો માર્યો કે, તેને બચાવવા હોટલના કર્મચારીઓએ આવવું પડ્યું હતું. આ બાદ, બીજા જ દિવસે બંને આગ્રા પાછા ફર્યા હતા. દુલ્હનનો આરોપ છે કે, લગ્ન બાદ જ્યારે બંને હનીમૂન પર શિમલા ગયા હતા ત્યારે ત્યાં વરરાજાએ કેનેડામાં ઘર ખરીદવા માટે ૫૦ લાખની માંગણી કરી હતી. ના પાડતા પતિ તેના પર ગુસ્સે થયો હતો. ભાભીએ લગ્નમાં આપેલા દાગીના પણ ઉતારીને પોતાની પાસે રાખ્યા હતા. તે બધું સહન કરી રહી હતી, પરંતુ તેનો પતિ દારૂનો વ્યસની છે, જેણે તેની ગર્લફ્રેન્ડની સામે પણ તેનું અપમાન કર્યું હતું.
જ્યારે સસરાએ તેને માનસિક રીતે અસ્વસ્થ જાહેર કરી હતી અને ભાભી તેને ઊંઘની ગોળીઓ આપતી હતી. પરિવારના સભ્યોએ સમજાવ્યા બાદ પણ સાસરિયાઓના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. દુલ્હનનો આરોપ છે કે, ડિસેમ્બર ૨૦૨૨માં પતિ તેને છોડીને કેનેડા ગયો હતો. જ્યારે પણ હું તેની સાથે વોટ્સએપ પર વાત કરતી હતી, ત્યારે તે અભદ્ર વર્તન કરતો હતો. જાન્યુઆરી ૨૦૨૩માં જ્યારે તે પાછો આવ્યો ત્યારે, તેણે ફરીથી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં, તેણે બીજા લગ્ન કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.
ફેબ્રુઆરીમાં જ્યારે તેણી તેના મામાના ઘરે ગઈ ત્યારે, પતિ પણ ત્યાં આવ્યો હતો અને તેણીની સાથે મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તમામ આશાઓ પર પાણી ફરી વળતાં પરિણીતાએ હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. એસીપી મયંક ત્યાગીએ જણાવ્યું કે, હરિપર્વત પોલીસ સ્ટેશનમાં યુવતી તરફથી તહરિર મળ્યો હતો. તહરિર દ્વારા પીડિતાએ તેના પતિ અને સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલામાં દહેજ ઉત્પીડન, મારપીટ સહિતની અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પુરાવા એકત્ર કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Recent Comments