હોટ હિરોઈન મલ્લિકા શેરાવતે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કર્યો

મલ્લિકાએ દિલ ખોલીને સવાલોના જવાબ આપ્યા અને પોતાના મનની વાત કરી. તેણે કહ્યું કે તેને ખબર નથી કે ભારતમાં હોટનેસનો અર્થ શું છે? તેણે કહ્યું કે આ ખરેખર વિચિત્ર છે. ‘ભારતમાં મહિલાઓ વિશે હોટનેસનો ખ્યાલ ખૂબ જ વિચિત્ર છે. મને તે સમજાતું નથી. હું સંમત છું કે હવે વસ્તુઓમાં સુધારો થયો છે પરંતુ જયારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે વિચિત્ર હતું. બોલિવૂડની હોટ હિરોઈનોમાં જેની ગણતરી થાય છે તે મલ્લિકા શેરાવતે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક લાઈવ શો દરમિયાન તેણે ફિલ્મ સાથે જાેડાયેલા આવા અનુભવ વિશે જણાવ્યું, જાણીને તમે પણ દંગ રહી જશો. મલ્લિકા હાલમાં જ એક લાઈવ શો ‘ધ લવ લાફ લાઈવ શો’માં જાેવા મળી હતી.
આ શો દરમિયાન તેણે શૂટિંગ દરમિયાન નિર્માતા સાથે થયેલા અનુભવ વિશે જણાવ્યું. શો દરમિયાન તેણે કહ્યું કે એકવાર પ્રોડ્યુસરે તેની સામે એક વિચિત્ર ડિમાન્ડ મૂકી હતી. મલ્લિકાના કહેવા પ્રમાણે, એક ગીતનું શૂટિંગ કરતી વખતે નિર્માતાની માંગ હતી કે કમર પર રોટલી શેકીનેએક સિકવન્સ શૂટ કરે. વધુમાં, મલ્લિકાએ કહ્યું કે તેણે તરત જ નિર્માતાની આ માંગને ટાળી દીધી પરંતુ તેને આ વિચાર ખૂબ જ રમુજી અને ઓરીજનલ લાગ્ર્યા મલ્લિકાએ જણાવ્યું કે તે ગીતના શૂટ દરમિયાન નિર્માતા તેની પાસે આવ્યા અને કહ્યું કે ‘ખરાબ હોટ ગીત હૈ. દર્શકોને કેવી રીતે ખબર પડશે કે તમે હોટ છો? તમે એટલા હોટ છો કે હું તમારી કમર પર ચપાતી સેકવી શકું છું.’ આ સાંભળીને મલ્લિકાએ પ્રોડ્યુસરને પૂછ્યું કે શું તમે આ પહેલા કયારેય સાંભળ્યું છે? આ પછી મલ્લિકાએ કહ્યું કે તેણે નિર્માતાની આ વિચિત્ર માંગ પૂરી કરવાની ના પાડી દીધી. પરંતુ પછીથી મેં વિચાર્યું કે આ એક ખૂબ જ રમુજી અને ઓરીજનલવિચાર છે.
Recent Comments