કરીના કપૂર ખાન સાથેની લાલસિંહ ચઢ્ઢા ફ્લોપ ગયા બાદ આમિર ખાને ફિલ્મોમાંથી બ્રેક લેવાની તૈયારી શરૂ કરી હતી. થોડા સમય બાદ આમિર ખાન એક્ટિંગમાંથી બ્રેક લેવાના ર્નિણય પર અડગ રહ્યા, પરંતુ પ્રોડક્શન શરૂ કરવાનું વિચાર્યું. હોલિવૂડ ફિલ્મ ‘ચેમ્પિયન’ની રીમેક બનાવવા આમિર ખાને તૈયારી શરૂ કરી. આ ફિલ્મમાં સલમાન ખાનને લીડ રોલમાં લેવાનું નક્કી થયું હતું. આમિર ખાન અને સલમાન ખાન વચ્ચે આ ફિલ્મ માટે સંખ્યાબંધ મીટિંગ્સ થઈ. સલમાનને સ્ક્રિપ્ટ પસંદ પણ આવી. જૂન મહિનાથી ‘ચેમ્પિયન’નું શૂટિંગ શરૂ કરવા માટે આમિરે આયોજન કરી લીધુ હતું. દરમિયાન સલમાનને ડેટ્સની તકલીફ નડી ગઈ અને તેમણે ‘ચેમ્પિયન’માં લીડ રોલ માટે ઈનકાર કર્યો. આમિરે હાર માનવાના બદલે નવેસરથી એક્ટરની શોધ શરૂ કરી રણબીર કપૂરને ફાઈનલ કર્યો હોવાનું કહેવાય છે.
રણબીરની પાછલી બે ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘તુ જૂઠી મૈં મક્કાર’ હિટ રહી હતી. બંને ફિલ્મોમાં અલગ-અલગ રોલ કરી રણબીરે ઓડિયન્સને ઈમ્પ્રેસ કર્યુ હતું. રિપોર્ટ્સ મુજબ, સલમાનને શૂટિંગ માટે અનુકૂળ ડેટ્સ મળી નહીં, કારણ કે તેઓ અગાઉથી અન્ય ફિલ્મ માટે સમય ફાળવી ચૂક્યા હતા. આમિર ખાન હવે રણબીર કપૂરને આ ફિલ્મમાં લેવાનું વિચારી રહ્યા છે. આમિર ખાને ફિલ્મોમાં એક્ટિંગ ઉપરાંત પ્રોડક્શનમાં પણ હાથ અજમાવેલો છે. સલમાનની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ તાજેતરમાં રિલીઝ થઈ હતી. બોક્સઓફિસ પર આ ફિલ્મ ખાસ ચાલી ન હતી, પરંતુ ફેમિલી મસાલા ફિલ્મ તરીકે ઓડિયન્સને પસંદ આવી હતી. આગામી સમયમાં સલમાનની ફિલ્મ ‘ટાઈગર ૩’ આવી રહી છે, જેમાં ઈમરાન હાશમી અને કેટરિના કૈફ લીડ રોલમાં છે.
Recent Comments