હોલીવુડ સ્ટાર જેરેમી રેનર એક દુર્ઘટનાનો શિકાર બનતાં હાલ તેમની તબિયત ખૂબ જ ગંભીર
હોલીવુડ સ્ટાર જેરેમી રેનર એક દુર્ઘટનાનો શિકાર બનતાં હાલ તેમની તબિયત ખૂબ જ ગંભીર છે અને સ્ટેબલ કન્ડિશનમાં છે. તેઓ પોતાના ઘરની આસપાસ બરફ હટાવી રહ્યા હતા, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ તેમને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે. જેરેમી રેનરને બે વાર ઓસ્કાર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. તેમણે માર્વેલ પ્રોજેક્ટમાં ખૂબ જ સારો અભિનય કર્યો છે. વર્ષ ૨૦૧૧માં તેમણે ફિલ્મ થોરમાં કામ કર્યું હતું, હાલમાં તેઓ સીરિઝ ’મેયર ઓફ કિંગ્સટાઉન’માં કામ કરી રહ્યા છે. જેરેમી રેનરના રિપ્રેઝન્ટેટીવે આ અંગે જણાવ્યું છે કે, ‘અમે આ બાબતે પુષ્ટી કરી રહ્યા છીએ કે, જેરેમીની તબિયત ગંભીર છે પરંતુ સ્ટેબલ છે. બરફનું તોફાન આવતા તેઓ ઘરની આસપાસ બરફ હટાવી રહ્યા હતા, તે સમયે દુર્ઘટના સર્જાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનો પરિવાર તેમની દેખભાળ રાખી રહ્યો છે.’
દુર્ઘટના કઈ જગ્યાએ સર્જાઈ છે, તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. રેનો ગેજેટ જર્નલ અનુસાર અનેક વર્ષોથી નેવાદાના વાશો કાઉન્ટીમાં તેમનું ઘર છે. સમાચાર પત્ર અનુસાર ઉત્તરી નેવાદામાં ૩૧ ડિસેમ્બરે સાંજે બરફનું ભારે તોફાન આવ્યું હતું. વર્ષ ૨૦૧૦માં ધ હાર્ટ લોકર માટે રેનરને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે ઓસ્કાર એવોર્ડ એનાયત કરાયો હતો. ફિલ્મ ધ ટાઉનમાં પણ સપોર્ટિંગ એક્ટરની શ્રેષ્ઠ ભૂમિકા ભજવવા બદલ આગામી વર્ષના ઓસ્કાર એવોર્ડ માટે રેનરને નામાંકિત કરવામાં આવ્યા છે. ૧૫ જાન્યુઆરીથી પેરામાઉન્ટ પર ’મેયર ઓફ કિંગ્સટાઉન’ની બીજી સીઝન શરૂ થઈ રહી છે.
ટેલર સીરિડન અને હ્યૂગ ડિલને આ સીરિઝ બનાવી છે. ૧૦૧ સ્ટુડિયોઝ, બોસ્ક્યૂ રેન્ચ પ્રોડક્શન, સ્ફ એન્ટરટેઈનમેન્ટ સ્ટુડિયો અને પેરામાઉન્ટ નેટવર્કે આ સીરિઝ પ્રોડ્યુસ કરી છે. રેનરે વર્ષ ૨૦૧૭માં વાઈન્ડ રિવર ડ્રામામાં અભિનય કર્યો હતો અને સીરિડને આ ડ્રામા બનાવ્યું હતું. ગત વર્ષે જેરેમી રેનર ભારત આવ્યા હતા, તે સમયે અનિલ કપૂર સાથેના તેમના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તેમણે રાજસ્થાનના અલવર શહેરમાં શાળાના બાળકો સાથે પણ મુલાકાત કરી હતી. જેરેમી રેનરે મુખ્યરૂપે એવેન્જર્સ અને કેપ્ટન અમેરિકાની સીરિઝની ફિલ્મોમાં હોકઆઈનું પાત્ર ભજવ્યું હતું. ગત વર્ષે હોકઆઈ પર આધારિત વેબ સીરિઝ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી, જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
Recent Comments