ગુજરાત

હોળીના તહેવાર પર માદરે વતને પહોંચવા મુસાફરોની બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન પર ભારે ભીડહજારો રૂપિયા ચુકવતા પણ ટીકીટ ન મળતા વધુ રૂપિયા ચૂકવી જવું પડ્યું

હોળીના તહેવારના પગલે પરપ્રાંતિયોને વતન જવા માટે ભારે ધસારો જાેવા મળ્યો છે. સુરત બસ ડેપો અને રેલવે સ્ટેશન ઉપર પણ ભારે ભીજ જાેવા મળી છે. ઝાલોદ, લુણાવડા, દાહોદ અને છોટાઉદેપુર જવા મોટી સંખ્યામાં મુસાફરો બસ ડેપો પર ઉમટ્યા હતા. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાનમાંથી કામ માટે સુરત આવેલા લોકો પણ હોળી માટે માદરે વતનની વાટ પકડવા રેલવે સ્ટેશને પહોંચી ગયા હતા. જાે કે થોડી સારી વાત એ હતી કે તહેવારોને ધ્યાનમાં રાખીને અહીં તંત્ર દ્વારા ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ દર વખતની જેમ “અફરાતફરી”નો માહોલ ન સર્જાય તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

સુરત રેલવે સ્ટેશન પર છેલ્લાં ત્રણ દિવસથી આ જ પ્રકારના દૃશ્યો જાેવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ વખતે તંત્રની યોગ્ય વ્યવસ્થાને લીધે હાલાકીના દૃશ્યો ક્યાંય પણ નજરે નથી પડી રહ્યા. ઉલ્લેખનીય છે કે દિવાળી પર ભારે ધસારાને પગલે સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિનું ગુંગળાવાથી મોત નિપજ્યું હતું. ત્યારે આ વખતે પ્રવાસીઓને હારબંધ રીતે ટ્રેનમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.

Related Posts