હોળીનો કલર આંખોમાં જાય તો તરત જ કરો આ કામ, નહિં તો…
રંગોનો તહેવાર એટલે હોળી….પહેલાના સમય કરતા હાલમાં હોળીનું મહત્વ ખૂબ વધી ગયુ છે. હોળી એક એવો તહેવાર છે જેમાં નાનાથી લઇને મોટા એમ દરેક લોકો એન્જોય કરતા હોય છે. આમ, હોળીનો તહેવાર દરેક લોકોને સેલિબ્રેટ કરવો ગમતો હોય છે. જો કે હોળીમાં રંગથી રંગવામાં અનેક લોકોને મજા આવતી હોય છે, પણ તમને જણાવી દઇએ કે જો તમે પણ હોળી રંગોથી રમો છો તો તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો જાણી લો તમે પણ હોળીનો કલર આંખમાં જાય તો તરત જ શું પગલું ભરશો..
મોઇસ્યુરાઇઝર
જ્યારે પણ તમે હોળી રમવા જાવો એ પહેલા ચહેરા પર મોઇસ્યુરાઇઝર લગાવી દો. મોઇસ્યુરાઇઝર લગાવવાથી કલર ડાયરેક્ટ સ્કિનને લાગતો નથી જેના કારણે સ્કિન પર એની અસર ઓછી થાય છે. મોઇસ્યુરાઇઝર લગાવવાથી આંખો પર એક લેયર બની જાય છે જેના કારણે આંખોમાં કલર જાય તો રંગોની અસર ઓછી થાય છે.
આંખોને મસળો નહિં
જ્યારે પણ તમારી આંખમાં કલર જાય ત્યારે આંખોને મસળશો નહિં. આંખો મસળવાથી કલર અંદર જાય છે અને પછી એલર્જી થવાના ચાન્સિસ વધી જાય છે. ઘણાં લોકોને હોળી રમતી વખતે કલર આંખમાં જતો રહેતો હોય છે.
આઇ ડ્રોપ નાંખો
જ્યારે પણ તમારી આંખાં કલર જાય ત્યારે તરત કોઇ સારા આઇ ડ્રોપ નાંખો જેથી કરીને તમને બળતરા ના થાય અને આંખોને પણ આરામ મળે. આઇ ડ્રોપ ડોક્ટરની સલાહ લઇને પણ તમે નાંખી શકો છો.
ગોગલ્સ પહેરીને હોળી રમો
જ્યારે પણ તમે હોળી રમવા જાવો ત્યારે ખાસ કરીને ગોગલ્સ પહેરીને હોળી રમો. આમ કરવાથી તમારી આંખોને નુકસાન ઓછુ થાય છે અને સાથે આંખમાં કલર પણ જતો નથી.
Recent Comments