બાળકો માટે બજારમાં અનેક પ્રકારની પિચકારીઓ બજારમાં ઉપલબ્ધ છે. જેમાં સાદી પરંપરાગત પિચકારી, વોટર ગન, ડબલ પ્રેશર, લાઈટિંગ વાળી, બેનટેન, ડોરેમોન, છોટાભીમ, પિચકારી જેવા વિવિધ ઓપ્શન બાળકોને મળી રહે છે. આનંદ સીઝનલ સ્ટોર્સના અરુણાબેને જણાવ્યું કે બાળકોને દર વખતે અવનવી પિચકારીઓ જાેઈતી હોય છે. આ વખતે કેપ્ટન સીલ્ડ પિચકારીઓ ટ્રેન્ડમાં જાેવા મળે છે. જે ૪૦૦૦થી ૫૦૦૦ રૂપિયા સુધીમાં મળી રહે છે.
અગ્નિશામક માટે વપરાતા ફાયર એક્સટિંગ્યુવરની જેમ હવે હોળી રમવા માટે ગુલાલ અને વિવિધ કલર એક્સટિંગ્યુવર બજારમાં અવેલેબલ છે. જેમાંથી નોન સ્ટોપ ગુલાલ અથવા કલર લોકો ઉપર છાંટી શકાય છે. જે બજારમાં ?૧૨૦૦થી શરૂ કરીને ?૧,૬૦૦ સુધીમાં મળી રહે છે. આ વખતે બાળકો માટે બજારમાં ઈલેક્ટ્રીક વોટર ગન વોરિયર શિલ્ડ અને ગુલાલ ગન જેવી પિચકારીઓ બજારમાં મળી રહી છે, હોળી રમવા માટેની સામાન્ય પિચકારીનો ભાવ ૫૦ રૂપિયાથી શરૂ થાય છે. ડિઝાઈન અને સાઈઝના આધારે બજારમાં ?૨૦૦થી લઈને ?૫૦૦૦ની રેન્જમાં પિચકારીઓ મળી રહે છે.
હોળીના તહેવારમાં મુખ્ય કલર તો ગુલાલ જ છે. હોળીના રસિયાઓ માટે વિવિધ પ્રકારના અને સ્કીનને એલર્જી ન કરે તેવા ઈકો ફ્રેન્ડલી કલર, સ્ટાર્ચ કલર, ફ્રુટ કલર જેવા નેચરલ કલર પણ મળી રહે છે. હોળીમાં વપરાતા ગુલાબી પીળા બ્લુ નારંગી પર્પલ જેવા વિવિધ કલરો સામાન્ય રીતે ?૫૦માં મળી રહે છે. પરંતુ ઈકો ફ્રેન્ડલી અને ફ્લેવર વાળા કલર તમને ?૩૦૦ સુધીમાં મળી રહે છે. બાળકો હોય કે યુવાનો હોય સમાજનો દરેક વર્ગ હોળીનો તહેવાર ઉજવે છે. હોળી રમવા માટે વિવિધ પ્રકારના કલર સ્પ્રે હવે બજારમાં મળી રહે છે. ૩૦૦ રૂપિયાથી શરૂ કરીને ૬૦૦ રૂપિયા સુધીમાં મળતા આ સ્પ્રે પીન્ક, બ્લ્યુ, ઓરેન્જ અને યેલો કલરમાં મળી રહે છે.
Recent Comments