રાષ્ટ્રીય

હોળી પર આ રીતે રાખો વાળનું ધ્યાન, નહિં થાય એક પણ વાળ ડેમેજ

હોળી એ રંગોનો તહેવાર છે. હોળી રમવાની ખૂબ જ મજા આવતી હોય છે. જો કે આજકાલ કલરથી રમાતી હોળીમાં સ્કિન અને વાળને અનેક ઘણું નુકસાન થાય છે. આ રંગો તમારી સ્કિન અને વાળ પર અનેક ઘણી ઇફેક્ટ કરે છે જેના કારણે પાછળથી એલર્જી થાય છે અને સાથે બીજા અનેક પ્રોબ્લેમ્સ પણ થાય છે. આમ જો તમે હોળી રમતી વખતે વાળનું ધ્યાન રાખતા નથી તો તમારા વાળ ડેમેજ થઇ જાય છે અને સાવ રફ થઇ જાય છે. તો જાણી લો તમે પણ હોળી રમતી વખતે વાળનું કેવી રીતે ધ્યાન રાખશો.

  • જો તમે હોળી રમતી વખતે વાળ ખુલ્લા રાખો છો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. તમારી આ ભૂલને કારણે તમારા વાળ સાવ ખરાબ થઇ જાય છે અને વાળમાં કલર ચોંટી જાય છે.
  • હોળી રમવાના 15 મિનિટ પહેલા વાળમાં તેલ નાંખીને માલિશ કરી દો. જેથી કરીને તમારા વાળ બહુ ડેમેજ ના થાય. વાળમાં તેલ નાખવાથી કલરની સીધી અસર તમારા વાળ પર થતી નથી અને તમારા વાળ બહુ ડેમેજ થતા નથી.
  • હોળી રમતી વખતે બને ત્યાં સુધી વાળને કવર કરી લો. જો તમે વાળને કવર કરીને રમશો તો તમારા વાળને સીધી અસર નહિં થાય અને તમારા વાળ સુંવાળા પણ રહેશે.
  • જો તમે સુકા રંગોની હોળી રમો છો તો હોળી રમ્યા બાદ વાળમાં તરત હળવા હાથે કાંસકો ફેરવી લો. ત્યારબાદ વાળને શેમ્પુથી ધોઇ લો. આમ કરવાથી તમારા વાળમાંથી બધો કલર દૂર થઇ જશે અને તમારા વાળ પણ બહુ ડેમેજ થશે નહિં.
  • વાળમાંથી કલર દૂર કરવા માટે તમે બેબી શેમ્પુ અથવા નોર્મલ શેમ્પૂથી હેર વોશ કરો.

Related Posts