fbpx
રાષ્ટ્રીય

હોળી પર માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કરો આ ઉપાય…, જાણો અત્યારે જ

હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ દિવસે લોકો એકબીજાને રંગ અને ગુલાલ ઉડાવીને ખુશીઓ મનાવે છે. જ્યોતિષ અનુસાર હોળીના આ પાવન પર્વ પર કેટલાક વિશેષ ઉપાય કરવાથી તમારા ઘર-પરિવારમાં  અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે. આવો જાણીએ કેવી રીતે… 

હોળીના દિવસે શું કરવું?
પંડિતના જણાવ્યા અનુસાર હોળીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને નિવૃત થઈ થવું. ઘરમાં સાફ સફાઈ કરીને માતા લક્ષ્મીની પૂજા કરવી. પૂજન સામગ્રીમાં લાલ રંગના ફુલ જેમ કે ગુલાબ, ચોખા, ગુલાબી ગુલાબ અને ભોગ લગાવવા માટે સફેદ કે ગુલાબી રંગની મિઠાઈ, કેળા વગેરે અર્પણ કરવું.

મહાલક્ષ્મી મંત્રનો જાપ
सिद्धि बुद्धि प्रदे देवी भक्ति मुक्ति प्रदायनी!
मंत्र मुर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते!!
આ મંત્રનો જાપ કરતાં કરતા હોળીદહનના ફરતે 7 પરિક્રમા કરવી. જેથી ઘરમાં ધન અને ધાન્યમાં વૃદ્ધિ થશે.

કેવી રીતે કરશો માતા લક્ષ્મીની પૂજા?
પંડિતના જણાવ્યા અનુસાર રંગવાળી હોળીના દિવસે એટલે કે ધુળેટીના દિવસે ગુલાબી રંગના હર્બલ ગુલાબના 11 પેકેટ લેવા. જે ગરીબ બાળકોને આપી દેવા, આ ઉપાય સવાર સવારમાં કરવો. એવું કરવાથી તમારા જીવનમાંથી તમામ સમસ્યા દુર થશે અને ઘરમાં ખુશીઓ આવશે. આ સિવાય પિચકારી, હોળીના કલર કે કોઈ ખાદ્ય વસ્તુ પણ દાન કરી શકો છો. 

Follow Me:

Related Posts