રાષ્ટ્રીય

હોળી રમતાં પહેલાં છોકરાઓ રાખે ખાસ આ ધ્યાન, નહિં તો બગડી જશે સ્કિન

રંગોનો તહેવાર એટલે હોળી. નાના છોકરાઓથી લઇને એમ દરેક લોકોને હોળી રમવાની મજા આવતી હોય છે. હોળીના દિવસનો ઉત્સાહ જ લોકોમાં અનેરો હોય છે. પરંતુ આજના આ સમયમાં કલરમાં અનેક પ્રકારના કેમિકલ આવતા હોવાથી સ્કિનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે સ્કિન પર ધ્યાન આપતા નથી તો એનું રિએક્શન આવી શકે છે અને સ્કિનના પ્રોબ્લેમ્સ થવા લાગે છે. આમ, હોળીના રંગોથી છોકરાઓને શું ખાસ ધ્યાન રાખવું એ આજે અમે તમને જણાવીશું…

મોઇસ્યુરાઇઝર

છોકરાઓ પણ મોઇસ્યુરાઇઝરનો ઉપયોગ કરી શકે છે. જ્યારે તમે હોળી રમવા જાવો એ પહેલા ચહેરા પર મોઇસ્યુરાઇઝર લગાવો જેથી કરીને તમારી સ્કિનને નુકસાન ના થાય. કલરમાં હાર્ડ કેમિકલ આવવાને કારણે તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. પરંતુ જો તમે મોઇસ્યુરાઇઝર લગાવીને પછી હોળી રમો છો તો તમારી સ્કિન પર ડાયરેક્ટ અસર થતી નથી.

સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરો

હોળી રમતા પહેલા તમારા ફેસ સનસ્ક્રીન લગાવો, કારણકે માર્ચ મહિનો છે અને ગરમી શરૂ થઇ ગઇ છે. આકરા તાપમાં તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે. આ માટે જો તમે આ ગરમીમાં અને તાપમાં સનસ્ક્રીન લગાવીને પછી રમો છો તો તમારી સ્કિનને ઓછુ નુકસાન થાય છે.

નારિયેળ તેલ

નારિયેળ તેલમાં અનેક ગુણો એવા હોય છે જે તમારી સ્કિનના અનેક પ્રોબ્લેમ્સને દૂર કરવાનું કામ કરે છે. આ માટે હોળી રમતા પહેલા તમારા હાથ અને પગ પર નારિયેળ તેલ લગાવો. નારિયેળ તેલ લગાવવાથી સ્કિન પર ચીકાશ આવશે જેના કારણે તમારી સ્કિન પર ડાયરેક્ટ અસર નહિં થાય. તેલ લગાવવાથી કલર તમારી સ્કિન પર વધારે લાગતો નથી જેના કારણે તમને ખંજવાળ કે બીજી કોઇ સમસ્યા થશે નહિં.  

Related Posts