હોસ્ટેલમાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે આવેલ એલ.સી.આઈ. ટી. કોલેજમાં ગીર સોમનાથ જિલ્લાના નવાગામ ખાતે રહેતા દિવ્યેશ ભગવાનભાઈ વાજા નામનો ૨૦ વર્ષીય યુવક કોમ્પ્યુટર વિભાગના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો અને કોલેજમાં આવેલ બોયઝ હોસ્ટેલમાં જ રહેતો હતો. દિવ્યેશ થોડાક દિવસો પહેલા પોતાના વતન નવાગામ ગયો હતો અને બુધવારના રોજ કોલેજ પરત આવ્યો હતો. જ્યાં બુધવારના રોજ રાત્રે દિવ્યેશે કોઈ કારણોસર હોસ્ટેલ ના રૂમમાં ભરાવેલ પંખો ઉપર નાયલોનની દોરી લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ કોલેજ સત્તાવાળાઓને થતા તેમણે પોલીસને જાણ કરતો પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી
અને મૃતદેહને નીચે ઉતારી મહેસાણા સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે દિવ્યેશના મૃતદેહનું મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો યુવકે વિદ્યાર્થીએ ઘરેથી આવ્યા બાદ કયા કારણોસર આપઘાત કરી લીધો તેને લઇ રહસ્ય કોઈ ચોક્કસ પ્રકારની માહિતી મળવા પામી નથી. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ કે.બી લાલકાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી બુધવારના રોજ પોતાના વતન ગીર સોમનાથ થી હોસ્ટેલ માં આવ્યો હતો અને મોડી રાત સુધી મિત્રો સાથે વાતચીતો કરતો હતો મિત્રો સુઈ ગયા બાદ તે તેણે બાજુની રૂમ ખુલ્લું હોવાથી તે રૂમમાં જઈ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.
વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે આવેલ એલ.સી.આઈ.ટી કોલેજની બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ અગમ્ય કારણસર રૂમ ના પંખા ઉપર નાયલોનની દોરી ભરાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આ અંગે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. જાે કે વિદ્યાર્થીએ આપઘાત કેમ કર્યો તેને લઇ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
Recent Comments