fbpx
ગુજરાત

હોસ્પિટલમાં દર્દીઓના કેસની સાથે વેક્સિનની માહિતી લખવી ફરજીયાત

વેક્સિનનો પ્રથમ અને બીજાે ડોઝ અને તેની તારીખો કેસ પર લખવાની ફરજીયાત રહેશે. ત્યારે જાે કોઈએ વેક્સિન ન લીધી હોય તેવા કિસ્સામાં સારવાર પહેલા જ તાત્કાલિક વેક્સિનેશન કરાવવા સુચના પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે ગઈકાલ સુધીમાં છસ્ઝ્રએ વેકસીનેશનમાં ૯૯.૫ ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પ્રથમ ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ પૂર્ણ થતાં બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા ડોઝ માટે એલિજીબલ લોકોને દિવાળી પહેલા બીજાે ડોઝ આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલ શહેરમાં ૫૫ ટકા લોકોને બીજાે ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર પહેલા બીજા ડોઝની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરવા કોર્પોરેશન દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.અમદાવાદમાં છસ્ઝ્ર આરોગ્ય વિભાગ દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. જ્યારે વેક્સિનેશન પર હાલમાં ખુબ ભાર મુકવામાં આવી રહ્યો છે, ત્યારે હવે હોસ્પિટલમાં દાખલ થતા પહેલા વેક્સિનેશનની માહિતી લખવી ફરજીયાત કરવામાં અવી છે. જી હા હોસ્પિટલમાં દાખલ થતા તમામ દર્દીઓના કેસ પર વેક્સિનેશનના બંન્ને ડોઝની માહિતી લખવી ફરજીયાત કરવામાં આવી છે. ર્ંઁડ્ઢ અને ૈંઁડ્ઢ બંને કેસ ઉપર વેક્સિનેશનની નોંધણી કરવામાં આવી છે. આરોગ્ય તંત્રએ વેક્સિનની વિગત લખવા સ્ટેમ્પ બનાવવા આદેશ પણ આપ્યો છે.

Follow Me:

Related Posts