ાહુમાળી બિલ્ડિંગમાં આગથી બચવા અંગે પાટણ ફાયર વિભાગની ટીમ દ્વારા ડેમોસ્ટ્રેશન યોજાયું
ગુજરાતના કેટલાક શહેરોમાં બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગવાની ઘટનામાં બિલ્ડિંગમાં ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડીંગ ઉપરથી મોતની છલાંગ લગાવતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આવી બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને આબાદ રીતે કેવી રીતે બચાવી લેવા પાટણ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા એક ખાસ પ્રકારની નેટ વસાવવામાં આવી છે.
આ નેટના કારણે બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને બિલ્ડીંગમાં ફસાયેલ લોકો એ કેવી સ્થિતિ માં કેવી રીતે બિલ્ડીંગમાથી છલાંગ લગાવવી જાેઇએ તેનું ડેમોસ્ટ્રેશન રવિવારના રોજ પાટણ નગરપાલિકાના ચિફ ઓફિસર પાચાભાઈ માળીની આગેવાની હેઠળ પાલિકાના ફાયર વિભાગનાં કર્મચારીઓ દ્વારા શહેરના ડીસા હાઈવે પર આવેલ દરજી સમાજની હોસ્ટેલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગે ત્યારે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા વિશેષ પ્રકારની વસાવવામાં આવેલ પ્લાસ્ટિક નેટ પર હોસ્ટેલ બિલ્ડીંગનાં પ્રથમ માળેથી વિધાર્થીઓ સહિતનાં લોકોએ ચિફ ઓફિસરની દિશા નિર્દેશ મુજબ કુદકા લગાવ્યા હતા. ઉપસ્થિત સૌને પાલિકાનાં ચિફઓફીસર પાચાભાઈ માળીએ બહુમાળી બિલ્ડિંગમાં આકસ્મિક આગ લાગે ત્યારે સમય સુચકતા અંગે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
Recent Comments