૦૯ ડિસેમ્બરના રોજ વેક્સિનેશન ડ્રાઇવમાં ૨૮૬ વેક્સીનેટર દ્વારા ૩૦૯ સાઇટ ઉપર ૨૧૧૯૩ વેક્સિનના ડોઝ અપાયા
અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ વેકસીનેશન અભિયાન અંતર્ગત ૦૯ ડિસેમ્બરના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર ઘર દસ્તક કાર્યક્રમ તથા રૂટીન સાઇટ પર જિલ્લામાં દૈનિક ધોરણે થતી કામગીરીને વેગ મળી રહે અને જિલ્લાના દરેક લાભાર્થીઓને સમયસર વેકસીન મળી રહે તે હેતુસર ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં ૨૮૬ વેકસીનેટર દ્વારા જિલ્લાની કુલ ૩૦૯ સેશન સાઇટ પર ૨૧૫૫ લોકોને પ્રથમ તથા ૧૯૦૩૮ લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આવતા સોમવારે તા. ૧૩/૧૨/૨૦૨૧ના જિલ્લામાં મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે તો જાહેર જનતાને લાભ લેવા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments