ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે, मनः प्रशमनोपायो योग इत्यभिधीयते ॥ અર્થાત્ મનને પ્રસન્ન રાખવા માટે યોગ જરુરી છે. ‘યોગ: કર્મસુ કૌશલમ્’ સૂત્રમાં કર્મયોગનું ચિંતન રજૂ થયું છે. યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે.
૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મનોરમ્ય વાતાવરણમાં જિલ્લાકક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, જિલ્લાના સૌ નાગરિકો,ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા હતા. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ.
યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે. યોગ એ તણાવમુક્ત, આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં તમામ તાલુકાકક્ષાએ પણ ઉત્સાહભેર યોગ દિવસ ઉજવણી થઈ હતી.
૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે, યોગ એ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસો થકી સમગ્ર વિશ્વમાં યોગનું મહત્વ પ્રસ્થાપિત થયું.
અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય, અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારી શ્રી નાકિયા, પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ જવાનો, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પૂનમ ફુમકિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પરમાર સહિત સૌ અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ જોડાયા હતા.
Recent Comments