૧૦૦ કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર થતા વડાપ્રધાને કહ્યું આ ભારતીય વિજ્ઞાનની જીત છે
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના વેક્સિનેશન રેકોર્ડ મુદ્દે કહ્યું કે, મહામારીના આ દોરમાં જે રીતે લોકોએ અનુશાસન જાળવ્યું, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યું તથા પોતાની ઈચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને જાળવી રાખ્યો તેનું જ આ પરિણામ છે કે દેશે આજે ૧૦૦ કરોડ કોવિડ-૧૯ વેક્સિનેશનનો આંકડો પાર કરી લીધો છે. લાલ કિલ્લા ખાતે દેશનો સૌથી વિશાળ ખાદીનો તિરંગો પ્રદર્શિત કરવામાં આવશે.
તેનું વજન આશરે ૧,૪૦૦ કિગ્રા જેટલું છે. ૨૨૫ ફૂટ લાંબો અને ૧૫૦ ફૂટ પહોળો આ તિરંગો ૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના અવસર પર લેહ ખાતે દર્શાવવામાં આવ્યો હતો. આ તિરંગો ભારતમાં નિર્મિત અત્યાર સુધીનો સૌથી વિશાળ અને હાથ વણાટની સુતરાઉ ખાદીનો છે. આ ઉપરાંત સરકારની યોજના હવાઈ જહાજ, જહાજાે, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર વેક્સિનેશન ઈતિહાસ અંગેની સાર્વજનિક જાહેરાત કરાવવાનો છે.ભારતે આજે ૧૦૦ કરોડ કોરોના વેક્સિન ડોઝનો જાદુઈ આંકડો સ્પર્શી લીધો છે. આ પ્રસંગા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે.
તે સિવાય આજના દિવસે અન્ય કેટલાય કાર્યક્રમોની પણ તૈયારી કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ ટિ્વટ કરીને આ અંગેની શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, ભારતે ઈતિહાસ રચ્યો. આપણે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને ૧૩૦ કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય જાેઈ રહ્યા છીએ. ૧૦૦ કરોડ વેક્સિનેશન પાર કરવાને લઈ ભારતને શુભેચ્છાઓ. આપણા ડોક્ટર્સ, નર્સો અને આ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર. આ પ્રસંગે યોગી આદિત્યનાથે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ૧૦૦ કરોડ કોવિડ વેક્સિનનું સુરક્ષા કવચ પ્રદાન કરી દેવાયું છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ, પ્રતિબદ્ધ સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિશ્રમ અને અનુશાસિત નાગરિકોની સહભાગિતાનું સુફળ છે. કોરોનાની હાર નિશ્ચિત છે.
Recent Comments