ગુજરાત

૧૦૦ બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના પરિસરમાં ઝ્રઇઁહ્લ દિવસ-૨૦૨૫ની ઉત્સાહભેર ઉજવણી

૧૦૦ બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ, વસ્ત્રાલ, અમદાવાદના પરિસરમાં આજે ૧૯.૦૩.૨૦૨૫ના રોજ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો “૮૬મો ઝ્રઇઁહ્લ દિવસ-૨૦૨૫” ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. સમારંભના મુખ્ય અતિથિ શ્રી રવિ ગોપાલ વર્મા, નાયબ મહાનિરીક્ષક, રેન્જ ૧૧, રેપિડ એક્શન ફોર્સ, મુંબઈ, પ્રથમ “શહીદ સ્થળ” પર પહોંચ્યા હતા અને શહીદોને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. જેનું નેતૃત્વ કમાન્ડન્ટ શ્રી રતુલ દાસ કરી રહ્યા હતા. ત્યારબાદ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ, રેન્જ ૈંૈં, રેપિડ એક્શન ફોર્સ બટાલિયનના ક્વાર્ટર ગાર્ડ પર પહોંચીને ગાર્ડની સલામી લીધી હતી અને ત્યાર બાદ તેમણે ક્વાર્ટર ગાર્ડમાં હાજર તમામ ગેઝેટેડ અધિકારીઓ, અધીનસ્થ અધિકારીઓ અને જવાનોને સંબોધ્યા હતા.
તેમના સંબોધન દરમિયાન, મુખ્ય અતિથિએ “ઝ્રઇઁહ્લ દિવસ”ના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને માહિતી આપી કે ભારતના તત્કાલીન પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશીને કારણે, આ દળને કેન્દ્રીય અનામત પોલીસ તરીકે ફરીથી ડિઝાઇન કરવામાં આવી હતી અને આ દિવસે, ૧૯ માર્ચ ૧૯૫૦ના રોજ, તેમના દ્વારા આ દળને ધ્વજ આપવામાં આવ્યો હતો.
દળના ઈતિહાસમાં આ તારીખના મહત્વપૂર્ણ સ્થાનને કારણે તેની યાદમાં “સીઆરપીએફ દિવસ”નું આયોજન કરવામાં આવે છે. આ દિવસે તેમણે દળના બહાદુર જવાનોની બહાદુરીને પણ યાદ કરી અને કહ્યું કે તેમના બલિદાનને કારણે જ આ દળ આજે આ સ્થાને પહોંચ્યું છે. આજે આ દળ વિશ્વનું સૌથી મોટું સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ તેમજ દેશનું અગ્રણી દળ હોવાનું ગૌરવ ધરાવે છે. આ ઉપરાંત આ દિવસને મહત્વપૂર્ણ બનાવવા માટે સાંજે વિવિધ પ્રકારની રમતો અને મોટા ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Related Posts