વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આવેલ સાત વિધાનસભા બેઠકો પર થીમ વાઇઝ બુથ તૈયાર કરી અનોખી પહેલ કરવામાં આવી છે. જે પૈકીની ૧૦૫- ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ આધારીત મતદાન મથક ઉભુ કરવામાં આવનાર છે.
આ મતદાન મથક ભાવનગર શહેરના કુંભારવાડાં ખાતે આવેલ ચાણકય પ્રાથમિક શાળા, શાળા નં.-૪, ખાતે વિક્ટોરિયા પાર્કમાં પ્રવેશ કરતાં હોઈ એવી અનુભૂતિ થતી હોઈ તેવું મતદાન મથક થીમ આધારિત મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવનાર છે. આ ઉપરાંત બોર તળાવ, આયુર્વેદીક કોલેજ, ક્રેશન્ટનો ટાવરની થીમ પણ બનાવવામાં આવશે.
આ ઉપરાંત ભાવનગરની ઓળખ સમાં ગાંઠિયા, પાઉં ગાંઠિયા, ભૂગળા બટેટાનાં ચિત્રો પણ મુકાશે.
આ મતદાન કેન્દ્રની વિશેષતા એ રહેશે કે મતદાર પોતે મતદાન કરવા આ કેન્દ્રમાં પ્રવેશ કરશે ત્યારે ભાવનગરની ઓળખ સમાં ગાંઠિયા, પાઉં ગાંઠિયા, ભૂગળા બટેટાનાં ચિત્રો પણ મુકાશે જેથી પોતીકા પણાનો અહેસાસ થશે. જેથી લોકોને મતદાન કરવા માટે આકર્ષવા આ ચુંટણી પંચ દ્વારા નવિનતમ પહેલ હાથ ધરવામાં આવી છે.
Recent Comments