ગીરગઢડા સીએચસી અગાશી પર આ મિજબાની ચાલી રહી હતી. ત્યારે સીએચસીનો સ્ટાફ અજાણ હતો કે પછી આ મિજબાનીમાં સહભાગી હતો એવો સવાલ પણ ઉઠ્યો છે. બીજી તરફ ૧૦૮ માં પાયલોટની જવાબદારી મહત્વની હોય છે. ત્યારે આ પાર્ટીમાં શરાબનું સેવન થયાની ચર્ચા પણ ઉઠી છે. સાચી હકીકતની તો તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવે. અત્યારે તો ગીરગઢડા સીએચસીની અગાશીની પાર્ટી ચર્ચાનો વિષય બની છે. આ અંગે ૧૦૮ ના પાયલટ ધનસુખ વાજાએ કહ્યું હતું કે, એ દિવસે અમે મચ્છી ખાધી હતી. પણ દારૂની પાર્ટી કરી નહોતી. મારા લેવલે ૧૦૦ ટકા તપાસ કરી પગલાં ભરીશ. બની શકે તો આ ઘટનાના સમાચાર પ્રસિદ્ધ ન કરો તો વધુ સારૂં. પાર્ટી કરી હોય તો તેમાં બધું આવી જતું હોય. આમ છતાં પણ તપાસ કરી પગલા ભરાશે. ગીરગઢડા સીએચસીની અગાશી પર ૧૦૮ ના પાયલોટે નોનવેજની પાર્ટી કરી હોવાના ફોટા વાયરલ થયા હતા. આથી જવાબદાર અધિકારી દ્વારા તપાસ કરી પગલાં લેવા માંગ ઉઠી છે. ગીરગઢડા ૧૦૮ પાયલોટ તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ વાજાએ થોડા દિવસ પહેલાં ગીરગઢડા સીએચસી કેન્દ્રની અગાશી પર મિત્રો સાથે નોનવેજ પાર્ટીનું આયોજન કર્યું હતું. એ વખતે તેઓ કોઇની શેહશરમ રાખ્યા વિના મિજબાની માણી રહ્યા હોવાના ફોટા વાયરલ થયા છે.
૧૦૮ના પાયલોટે નોનવેજ ખાધું હતું પણ દારૂ નથી પીધો એવું બયાન આપ્યું

Recent Comments