હાલની જગ્યાએ ત્રણ વર્ષ ફરજ બજાવી ચૂકેલા ૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ તરફથી આદેશ મળ્યાના અહેવાલોથી મોટી ચર્ચા સર્જાયેલ છે ત્યારે આ અધિકારીઓના નામો નીચે મુજબ હોવાનું જાણવા મળે છે.આઇપીએસ કેડરના અધિકારીઓ સર્વશ્રી અજય ચૌધરી, જે આર મોથલીયા, પ્રેમવીર સિંહ, શરદ સિંઘલ, ચિરાગ કોરડીયા, ચૈતન્ય માંડલિક, મનીષ સિંહ, લવલીના સિંહા, કાનન દેસાઈ અને રૂપલ સોલંકીનો સમાવેશ થતો હોવાનો ભરોસાપાત્ર વર્તુળો જણાવે છે.રાજ્યના ગૃહ ખાતાએ હવે ત્રણ ત્રણ નામોની પેનલ બનાવીને મોકલવી પડશે તેવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે.
૧૦ આઈપીએસ અધિકારીઓને સ્ટેટ પોલીસ કંટ્રોલમાં આવીને ચાર્જ છોડવા માટે ચૂંટણી પંચ તરફથી આદેશ મળતાં ચકચાર….

Recent Comments