૧૦ એપ્રિલથી ખાનગી રસીકરણ કેન્દ્રો પર મળશે બૂસ્ટર ડોઝ
કોરોના વાયરસના સંભવિત ચોથી લહેર પહેલા મહામારી સામે સરકારનું આ એક મોટું પગલું છે. અગાઉ, કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીના બૂસ્ટર ડોઝની મંજૂરી આપી હતી. કોરોના રસીનો બૂસ્ટર ડોઝ ફક્ત તે લોકો જ આપી શકે છે જેમની ઉંમર ૧૮ વર્ષથી વધુ છે અને જેમને ૯ મહિના પહેલા કોવિડ રસીનો બીજાે ડોઝ મળ્યો છે. તમામ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણની સુવિધા ઉપલબ્ધ રહેશે.
બૂસ્ટર શોટ વિશે માહિતી આપતા, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં પ્રથમ અને બીજા ડોઝ માટે સરકારી રોગપ્રતિરક્ષા કેન્દ્રો પર ચાલી રહેલા મફત રસીકરણ કાર્યક્રમની સાથે આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને ૬૦ વર્ષ કે તેથી વધુ લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાનું કામ ચાલુ રહેશે અને તેમાં પહેલા કરતા વધુ ઝડપી કરવામાં આવશે. હાલમાં દેશમાં ૧૫ વર્ષથી વધુ ઉંમરની લગભગ ૯૬ ટકા વસ્તીને કોરોના રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે. જ્યારે, ૧૫ વર્ષથી ઉપરની વસ્તીના લગભગ ૮૩ ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.કોરોના મહામારી સામે ચાલી રહેલી લડાઈ વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. હવે ૧૮ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો કોવિડ-૧૯નો સાવચેતીનો ડોઝ એટલે કે રસીનો ત્રીજાે ડોઝ લઈ શકે છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૧૦ એપ્રિલથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રમાં રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે.
Recent Comments