૧૦ દિવસમાં પૂણેના દર્દીએ ઓમિક્રોનને મ્હાત આપી
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત રાજ્યનો પ્રથમ દર્દી પણ સ્વસ્થ થઈ ગયો હતો. નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેમને પણ બુધવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ૩૩ વર્ષીય દર્દી વ્યવસાયે મરીન એન્જિનિયર અને કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારનો રહેવાસી છે. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને દિલ્હી એરપોર્ટ પર આવ્યો હતો.કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને આ દિવસોમાં ગભરાટનું વાતાવરણ છે. દેશ અને દુનિયામાં દરરોજ નવા કેસો આવી રહ્યા છે જે ડરાવવા લાગ્યા છે. જાે કે આ દરમિયાન એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ૧૦મા દિવસે પુણેના એક ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે જ સમયે, રાજસ્થાનના જયપુરમાં ૯ ઓમિક્રોન દર્દીઓનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. તેમને ઇેંૐજી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જાે કે, તેઓએ ૭ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે તમને જણાવી દઈએ કે ઓમિક્રોનને કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ખતરનાક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વધુ સતર્ક અને સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાતમાં પણ ર્ંદ્બૈષ્ઠિર્હના કોરોનાના નવા વેરિઅન્ટના કેસ સામે આવતાની સાથે જ વડોદરાની બે સરકારી હોસ્પિટલોમાં ૫૦ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ૨૦) એ અલગ ઓમિક્રોન ડેસીકેટેડ વોર્ડ તૈયાર કર્યા છે. ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ મળ્યાના થોડા જ દિવસોમાં આ સંખ્યા વધીને ૨૩ થઈ ગઈ. આમાંના મોટાભાગના કિસ્સાઓમાં હળવા લક્ષણો દેખાય છે. તે જ સમયે, રાજસ્થાનમાં મળી આવેલા માત્ર ૧૦ કેસ એસિમ્પટમેટિક છે એટલે કે આ દર્દીઓમાં કોઈ લક્ષણો જાેવા મળ્યા નથી. જાે કે, એસિમ્પ્ટોમેટિક દર્દીઓને લઈને જાેખમ વધારે છે કારણ કે આવા લોકો ન તો ટેસ્ટ કરાવે કરે છે અને ન તો ખુદને આઇસોલેટ કરે છે. આ પ્રકારમાં, ઓછામાં ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ સંક્રમણને સૌથી ઝડપથી ફેલાવે છે. ઓમિક્રોનના લક્ષણો વિશે વાત કરીએ તો, તે સામાન્ય શરદી જેવું લાગે છે. આ સિવાય વૈજ્ઞાનિકોને હજુ સુધી ઓમિક્રોનમાં કોઈ ગંભીર લક્ષણો જાેવા મળ્યા નથી. આમાં, કોરોનાના પહેલાના પ્રકારોની જેમ શ્વાસ લેવામાં તકલીફ જેવી કોઈ સમસ્યા નથી.
Recent Comments