ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને સોનાના વળતર કરતાં, ઇક્વિટીમાં રોકાણ કરી વધુ કમાણી કરી છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય શેરોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૮% વધીને ૨૩.૪% થયો અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીના અભ્યાસમાં બહાર આવી માહિતિ ભારતીય રોકાણકારોએ પ્રોપર્ટી અને સોનાના વળતર કરતાં ઇક્વિટીમાં રોકાણ કરીને વધુ કમાણી કરી છે. ઇક્વિટી રોકાણે છેલ્લા ૨૫ વર્ષમાં કોઈપણ પપ્રવર્ષના સમયગાળામાં સૌથી વધુ વળતર આપ્યું છે.તે જ સમયે, છેલ્લા દાયકામાં ભારતીય પરિવારોની સંપત્તિમાં લગભગ ૭૧૭ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમાંથી લગભગ ૧૧% ઈક્વિટીમાંથી આવક છે. અમેરિકન ફાઇનાન્શિયલ સર્વિસ કંપની મોર્ગન સ્ટેનલીના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. દ્ભીંર્ં રિપોર્ટ અનુસાર, છેલ્લા ૫ વર્ષ, ૧૦ વર્ષ, ૧૫ વર્ષ, ૨૦ વર્ષ અને ૨૫ વર્ષમાં ભારતીય ઈક્વિટી (બીએસઈ સેન્સેક્સ) માંથી મળેલ રિટર્ન રિયલ એસ્ટેટ, સોનું, ૧૦-વર્ષની ટ્રેઝરી અને બેંક ફિક્સ્ડ ડિપોઝિટ જેવા અન્ય કરતાં એસેટ વધુ સારું છે.
રિપોર્ટ અનુસાર, ઇક્વિટીએ ૨૫ વર્ષના સમયગાળામાં ૧૫% ચક્રવળદ્ધિ વાર્ષિક પ્રીપ્રટેક્સ રિટર્ન (ઝ્રછય્ઇ) આપ્યું છે. તે જ સમયે, સોનામાં ૧૧૧%, બેંક હ્લડ્ઢમાં ૭.૩% અને દેશના સાત મોટા શહેરોમાં મિલકત અથવા રિયલ એસ્ટેટના મૂલ્યમાં ૭%નો વધારો થયો છે. મોર્ગન સ્ટેનલીના અહેવાલના મહત્વના મુદ્દાઓ… ભારતીય પરિવારોએ ૧૦ વર્ષમાં શેરબજારમાંથી લગભગ ૮૪ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ માટે તેણે માત્ર ૩% રોકાણ કર્યું. * નવી કંપનીઓના સ્થાપકો સહિત ભારતીય પરિવારોએ ૧૦ વર્ષમાં ૮૧૯ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઇક્વિટી શેરમાંથી આવકનો હિસ્સો આશરે રૂ. ૧ લાખ કરોડ એટલે કે ૨૦% હતો. એટલે કે પ્રમોટરોએ પણ લગભગ રૂ. ૮૪ લાખ કરોડની કમાણી કરી. ઇક્વિટી રોકાણકારોએ આ વળતર મેળવવા માટે ૩૦.૭% ની ઊંચી અસ્થિરતાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સોનામાં ૧૧.૩% અને બેંક હ્લડ્ઢમાં ૧.૬%ની વધઘટ જાેવા મળી હતી.
- ઇક્વિટીમાં ભારતીયોનું રોકાણ ટૂંક સમયમાં ૧૦% સુધી પહોંચી શકે છે. મોર્ગન સ્ટેનલીના અર્થશાષી રિધમ દેસાઈએ અહેવાલમાં જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે ભારતીય પરિવારો હજુ પણ ઈક્વિટીમાં ઓછું રોકાણ કરી રહ્યા છે. આગામી વર્ષમાં, ઇક્વિટીમાં તેમનું રોકાણ વધીને ૧૦%ના આંકને પાર કરી શકે છે, જે હાલમાં માત્ર ૩% છે. રિપોર્ટ અનુસાર, છેલ્લા ૧૦ વર્ષમાં ભારતીય શેરોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો ૮% વધીને ૨૩.૪% થયો છે. આ હિસ્સો ૨૦૧૩માં ૧૫.૭% અને ૨૦૧૮માં ૨૦% હતો. આ વલણ અનુસાર, શેરબજારમાં સામાન્ય ભારતીયનો હિસ્સો તાજેતરના વર્ષોમાં ઝડપથી વધ્યો છે. દેશની તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ ૧૦ વર્ષમાં ૪.૫ ગણી વધી છે.
માર્ચ ૨૦૧૪ સુધી તેમની કુલ માર્કેટ કેપ રૂ. ૧૦૧ લાખ કરોડ હતી, જે હવે વધીને રૂ. ૪૩૭ લાખ કરોડ થઈ ગઈ છે. આ વર્ષે ૨૭ સપ્ટેમ્બરે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૪૭૭ લાખ કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. આ હિસાબે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું સ્ટોક માર્કેટ છે. આ મહિને વિશ્વભરની કંપનીઓના માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો વધીને ૪.૩% થઈ ગયો છે, જે ૨૦૧૩માં ૧.૬%ના નીચા સ્તરે હતો. માર્કેટમાં ટ્રાન્ઝેક્શન વધવાના કારણે દેશમાં સિકયોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (જી્્) કલેક્શન એપ્રિલ… નવેમ્બર વચ્ચે ૩૬ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ બજેટ લક્ષ્યાંકના ૯૭% છે. ઓક્ટોબરથી ફયુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ પર ૯૦૮ વધારીને ૦.૦૨% અને ૦.૧% કરવામાં આવ્યો છે.
બોક્સ
ભારતીય પરિવારોની સંપતિ ૧૦ વર્ષમાં રૂ.૭૧૭ લાખ કરોડ વધી, તેમાં ૧૧ ટકા કમાણી શેરબજારથી, બાકીની લોંગ ટર્મમાં ઇકવીટી નિવેશે સૌથી વધુ રિટર્ન આપ્યું જેમાં ઇક્વિટીએ ૨૫ વર્ષના સમયગાળામાં ૧૫% ચક્રવળદ્ધિ વાર્ષિક પ્રીપ્રટેક્સ રિટર્ન (ઝ્રછય્ઇ) આપ્યું , ૧૦ વર્ષમાં રિટેલ નિવેશકોની હિસ્સેદારી ૮% વધી, માર્કેટ કેપ ૧૦ વર્ષમાં રેકોર્ડ સાડા ચાર ગણુ વધ્યું, ઇક્વિટીમાં તેમનું રોકાણ વધીને ૧૦%ના આંકને પાર કરી શકે છે, જે હાલમાં માત્ર ૩% છે



















Recent Comments