બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાંથી એક ગણાતી એક્ટ્રેસ તબ્બૂએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ ૨૦૨૨માં તબ્બૂને સૌથી લકી એક્ટ્રેસ કહેવામાં આવ્યુ હતું. કારણકે, આ વર્ષે હિન્દી સિનેમામાં આપેલી બે સૌથી સફળ ફિલ્મો ‘ભૂલ ભુલૈયા ૨’ અને ‘દ્રશ્યમ ૨’ બંનેમાં તબ્બૂ હતી. તેણીએ પોતાની કમર્શિયલ ફિલ્મોની સાથે રિયલિસ્ટિક ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગથી મહેફિલ લૂંટી છે. તબ્બૂએ પોતાના ૩૦ વર્ષથી વધારે લાંબા કરિયરમાં ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘બંજર’થી પોતાની કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ સતત ૩૦ વર્ષથી વધારે સમયે ફિલ્મોમાં કામ કરી રહી છે. તબ્બૂ ૫૧ વર્ષની ઉંમરમાં પણ લગ્ન કર્યા વિના જીંદગીમાં ખૂબ જ ખુશ છે. તબ્બૂના કરિયરના દરમિયાન તેને ખૂબ જ પ્રેમ મળ્યો છે. એટલું જ નહીં તબ્બૂ ૧૦ વર્ષ સુધી સુપરસ્ટાર સાથે લિવઈનમાં પણ રહેતી હતી. પરંતુ, આખરે તેણીએ લગ્ન ના કરવાનો ર્નિણય લીધો. આજે તબ્બૂ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે અને ફિલ્મોમાં સતત કામ કરી રહી છે. તબ્બૂના કરિયરમાં ઘણાં એક્ટર્સ સાથે તેનું નામ જાેડવામાં આવ્યુ હતું. પરંતુ, સૌથી પહેલાં તબ્બૂના અફેરની ખબરો અભિનેતા સંજય કપૂર સાથે આવી. ફિલ્મની શૂટિંગ દરમિયાન બંનેના અફેરની ખબરોએ જાેક પકડ્યુ અને ઘણાં સમય સુધી લાઈમલાઈટમાં પણ હતી.
પરંતુ, જલ્દી જ બંને રસ્તામાં અલગ થઈ ગયાં. ત્યારબાદ તબ્બૂના નામે સાઉથ ઈન્ડિયાના ફેમસ એક્ટર અક્કિનૈની નાગાર્જૂન સાથે પણ જાેડવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તબ્બૂ અને નાગાર્જૂન બંને આશરે ૧૦ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતાં. જાેકે, નાગાર્જૂન પહેલાથી જ પરિણીત હતાં અને લાંબા સમયથી રાહ જાેયા બાદ પણ તેમણે તબ્બૂ સાથે સંબંધને નામ આપવાનું યોગ્ય ના સમજ્યું. જેનાથી દુઃખી થઈને તબ્બૂએ એકબીજાના રસ્તા અલગ કરી દીધા હતાં. હવે તબ્બૂ ૫૧ વર્ષની ઉંમરે પણ પોતાની સિંગલ લાઈફમાં ખુશ છે. તબ્બૂ અને અજય દેવગણ પણ ઘણાં વર્ષો જૂના મિત્ર છે. બંનેએ ફિલ્મોમાં સાથે સ્ટ્રગલ કર્યુ અને પોતાની મહેનતના દમ પર નામ કમાવ્યું છે. બંને આશરે ૩ દાયકાથી મિત્ર છે. થોડા દિવસો પહેલાં તબ્બૂએ પોતાની ફિલ્મ દ્રશ્યમના પ્રમોશન દરમિયાન લગ્ન ના કરવાના કારણનો પણ ખુલાસો કર્યો હતો. તબ્બૂએ અજય સાથે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, મારા લગ્ન ના થવા પાછળ અજય દેવગણનો સૌથી મોટો હાથ છે.
જાેકે, તબ્બૂએ આ બધું મજાકમાં કહ્યુ હતું અને યંગ એજના કિસ્સા પણ સંભળાવ્યા હતાં. વર્ષ ૨૦૧૭માં મુંબઈ મિરરને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તબ્બૂએ જણાવ્યુ હતું, ‘હું અને અજય આશરે ૨૫ વર્ષોથી મિત્રો છે. અજય મારો કઝિન સમીર આર્યાનો પડોસી અને નજીકના મિત્રો હતાં. આ જ કારણે મારી અને અજયની પણ મિત્રતા થઈ હતી. જ્યારે હું યુવા હતી તો અજય અને સમીર બંને મળીને મારી જાસૂસી કરાવતા હતાં. એટલું જ નહીં જે પણ છોકરો મારી સાથે વાત કરતા જાેવા મળતો તે બંને તેને જઈને ધમકાવતા અને પિટાઈ પણ કરતાં. બંને તે દરમિયાન દબંગ હતાં. આજે હું સિંગલ છું તો તેનું કારણ અજય દેવગણ છે. હું આશા રાખું છુ કે તેને એ વાતનો આભાસ હશે કે તેણે શું કર્યુ છે.’ તબ્બૂની આ વાત પર અજય દેવગણ હસતો જાેવા મળ્યો હતો.
Recent Comments