fbpx
ગુજરાત

૧૧ જુલાઈએ નિવૃત્તિના ૩૨ વર્ષે પેન્શન ન ચૂકવાતા કૃષિ અગ્ર સચિવ સામે સુનાવણી

અમદાવાદની ખેતીવાડી વિભાગમાંથી ૧૯૮૯માં નિવૃત્ત થયેલા સરકારી અધિકારીને ૩૨ વર્ષ સુધી પેન્શનની બાકી નીકળતી રકમ નહીં આપતા વૃદ્ધે ૩૨ વર્ષ સુધી હાઇકોર્ટમાં કાનૂની લડત આપી હતી. દરમ્યાનમાં તેમનું અવસાન થયું હતું. તેમ છતાં તેમના પરિવારજનોને પેન્શનની રકમ નહીં આપતા કન્ટેમ્પ્ટ પિટિશન કરાઇ હતી. જેની સુનાવણી ચીફ જસ્ટિસ અરવિંદકુમારની ખંડપીઠ સમક્ષ હાથ ધરાતા સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. વર્ષ ૨૦૧૯માં કોર્ટે પેન્શન ચૂકવવા આદેશ કર્યો છે છતાં આજદિન સુધી ચૂકવણી કેમ કરી નથી? જવાબદાર પ્રિન્સિપલ સેક્રેટરી સામે ચાર્જફ્રેમ કરવા સુનાવણી ૧૧ જુલાઇ પર મુકરર કરી છે.

અમદાવાદની ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી ૧૯૮૯માં નિવૃત્ત થયા હતા. જેમાં પગારના તફાવતની રકમ સરકારે નહી આપતા હાઇકોર્ટમાં તે મેળવવા અરજી કરી હતી. હાઇકોર્ટે આદેશ કરતા સરકારે મહિને પગારના તફાવતની રકમના રૂ.૬૭૩૦ હેઠળ બાકી લેણાં ચૂકવી દીધા હતા. પરંતુ ત્યારબાદ પણ પેન્શનની રકમમાં થયેલા તફાવતની રકમ નહીં ચૂકવતા અધિકારીએ હાઇકોર્ટમાં લડત ચાલુ રાખી હતી. જાે કે હાઇકોર્ટના સિંગલ જજે વર્ષ ૨૦૧૯માં ૮ સપ્તાહમાં તફાવતની રકમ ચૂકવી દેવા આદેશ કર્યો હતો. સરકારે એવી દલીલ કરી હતી કે, પ્રિન્સિપલ સેક્રેટરીની કોઇ ભૂલ નથી પરતું કૃષિ વિભાગના જવાબદાર અધિકારીની ભૂલ છે.

Follow Me:

Related Posts