સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશનની સુનાવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યારે ૧૧ વર્ષનો છોકરો કોર્ટમાં પોતાની જ હત્યા કેસમાં હાજર થયો અને કહ્યું કે તે જીવિત છે. છોકરાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે તેના પિતાએ તેની હત્યાના કેસમાં તેના દાદા અને મામાને ખોટી રીતે ફસાવ્યા હતા. પોતાના જ હત્યા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા બાળકે કોર્ટને કહ્યું કે તે જીવિત છે અને તેના મામા-દાદા અને મામાને તેની હત્યાના ખોટા કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, જ્યારે તે જીવિત છે અને કોર્ટ સમક્ષ હાજર છે..
વાસ્તવમાં, આ મામલો ઉત્તર પ્રદેશના પીલીભીત વિસ્તારનો છે, જ્યાં આ મામલે અરજી સ્વીકારતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આગામી આદેશો સુધી અરજદાર વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ સાથે કોર્ટે યુપી સરકાર, પીલીભીતના એસપી અને ન્યુરિયા પોલીસના એસએચઓને નોટિસ પાઠવી છે. મીડિયા રિપોર્ટ મુજબ અરજીકર્તાના વકીલ કુલદીપ જાેહરીએ કહ્યું કે છોકરો ફેબ્રુઆરી ૨૦૧૩થી તેના દાદા સાથે રહે છે. મળતી માહિતી મુજબ, તેના પિતા દહેજ માટે તેની માતાને ક્રુરતાથી મારતા હતા. વકીલના જણાવ્યા અનુસાર, બંનેના લગ્ન ૨૦૧૦માં થયા હતા. માર્ચ ૨૦૧૩ માં, છોકરાની માતાને મારના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારબાદ તેણીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મૃત્યુ થઈ ગયુ હતુ..
સમગ્ર મામલો જણાવીએ, આ સિવાય તેમના વકીલ કુલદીપ જાેહરીએ આ કેસ સાથે સંબંધિત ઘટનાક્રમનો ખુલાસો કરતા જણાવ્યું ક મૃત્યુ પછી, નાનાએ તેમના જમાઈ વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૩૦૪ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી. આ પછી જમાઈએ પુત્રની કસ્ટડીની માંગણી કરી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ શરૂ થઈ હતી. આ લડાઈના કારણે બંને પક્ષોએ એકબીજા સામે કેસ કર્યા હતા. ૨૦૨૩ ની શરૂઆતમાં, જમાઈએ તેના સસરા અને તેના ચાર પુત્રો પર બાળકની હત્યાનો આરોપ લગાવતા હ્લૈંઇ નોંધાવી. પોલીસે તેમની સામે આઈપીસીની કલમ ૩૦૨, ૫૦૪ અને ૫૦૬ હેઠળ કેસ નોંધ્યો હતો. વકીલ કુલદીપ જાેહરીના જણાવ્યા અનુસાર, તેણે હ્લૈંઇ રદ કરવા માટે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. આ પછી, તેણે જીવિત હોવાના પુરાવા તરીકે બાળક સાથે સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું. આ કેસની આગામી સુનાવણી જાન્યુઆરી ૨૦૨૪માં થશે.
Recent Comments