fbpx
ગુજરાત

૧૨થી ૧૫ એપ્રિલ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી આવી છે. એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ આવવાનો છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે એપ્રિલ, મે અને જુન મહિનાના વાતાવરણની એક્ટિવિટી વિશે આગાહી કરી છે. જેમાં તેમણે આગામી ત્રણ મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાંખ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, ૧૨ થી ૧૫ એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. ૧૨ થી ૧૫ એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે. આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જાેર રહેશે. તેમણે કહ્યું કે, હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જાે ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે. સૂર્ય મેશ રાશિમાં ૧૪ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે, જેથી આ ઋતુમાં ૨૭ એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે. સૂર્ય ૧૦-૧૧ મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે. જાેકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે. હવામાનમાં ભારે પલટા આવશે. આ વર્ષે ગરમી, પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે. ૧૧ મેં આસપાસ બંગાળાના ઉપસાગરમા હળવા દબાણ પેદા થશે. ૨૦ મે બાદ ગરમી જાેર પકડશે. ૨૪ મે થી ૫ જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે. તેમાં પણ એપ્રિલ મહિનામાં ૨૫ માંથી ૨૦ દિવસ તો ૪૦ થી વધુ ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેવું પડશે. વેકેશન પૂરુ થતા જ વાતાવરણ તેના અસલી મિજાજમાં આવે તેવી સંભાવના છે. એપ્રિલના ત્રીજા સપ્તાહમાં જ તાપમાનનો પારો ૪૨ ડિગ્રીને પાર પહોંચી જાય તેવી શક્યતા છે.

Follow Me:

Related Posts