૧૨મી ઓગસ્ટે ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને વન મહોત્સવની ભવ્ય ઉજવણી થશે
ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને અંતર્ગત રાજ્યમાં પ્રતિવર્ષ વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યનાં દરેક જિલ્લામાં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં આગામી તા.૧૨ ઓગસ્ટે પ્રભારીમંત્રીશ્રી આર.સી. મકવાણાના અધ્યક્ષસ્થાને સાવરકુંડલા તાલુકાના બાઢડામાં જિલ્લાકક્ષાનો ૭૩મો વન મહોત્સવ ઉજવવામાં આવશે.
બાઢડાની કે.વી.વિરાણી ફાર્મસી કોલેજમાં સવારે ૯.૦૦ વાગ્યાથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા, જિલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષ શ્રીમતી રેખાબેન મોવલીયા, સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, પદાધિકારીશ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રી, નળસરોવર સાણંદના નાયબ વન સંરક્ષકશ્રી પી. પુરષોત્તમા, જિલ્લા કલેક્ટરશ્રી, સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના નાયબ વન સંરક્ષકશ્રી સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં નાગરિકોને જોડાવા જિલ્લા કલેક્ટરશ્રી, સામાજિક વનીકરણ વિભાગ અમરેલીના નાયબ વન સંરક્ષકશ્રીએ આમંત્રણ પાઠવ્યું છે.
Recent Comments