fbpx
ગુજરાત

૧૨૫મી જન્મજયંતિઃ નેતાજી સુભાષચંદ્ર બોઝને અનોખી સ્મરણાંજલિ ભારત અખંડ રહે, ૯૦% લોકોને શિક્ષણ આપવાનું નેતાજીનું સ્વપ્ન કોંગ્રેસે ભુલાવ્યુઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી અને સી.આર પાટીલે ઐતિહાસિક બળદગાડાની સવારી કરી
મુખ્યમંત્રીએ ગામમાં સુભાષબાબુના સમારકની મુલાકાત લઈ ૬૮ જેટલા ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ‘પરાક્રમ દિન’ તરીકેની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજર રહ્યાં હતાં. મુખ્યમંત્રીનું ૫૧ શણગારેલા બળકો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતની ધરતી સાથે આઝાદીકાળથી દેશના અગ્રગણ્ય નેતાઓનો ગાઢ નાતો જાેડાયેલો છે. હરિપુરા સાથે સુભાષચંદ્ર બોઝ, બારડોલી સાથે સરદાર પટેલ અને અને દાંડી સાથે ગાંધીજીની ગૌરવભરી યાદોથી પ્રત્યેક ગુજરાતી ગર્વ અનુભવે છે. હરિપુરાની પાવન ધરા પર સુભાષબાબુના પગલા થયા એ બારડોલી તાલુકા માટે જ નહિ, પણ રાજ્ય માટે ગર્વની ક્ષણ છે.
મુખ્યમંત્રીએ હરિપુરાના ચોકમાં સુભાષબાબુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથોસાથ મુખ્યમંત્રીએ ગામમાં સુભાષબાબુના સમારકની મુલાકાત લઈ ૬૮ જેટલા ચિત્રોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ગ્રામજનો અને કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીનું શણગારેલા ૫૧ બળદો જાેડીને પરંપરાગત આદિવાસી નૃત્યો સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. જાજરમાન બળદગાડામાં સવાર થઈને મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અખંડ રહે, ભાગલા ન પડે અને ૯૦ ટકા લોકોને શિક્ષણ મળે તેવું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન હતું જેને સમય જતા કોંગ્રેસે ભુલાવી દીધુ હતું. તે સમયે જવાહરલાલ નહેરૂ કરતા સુભાષચંદ્ર બોઝની લોકપ્રિયતા વધુ હતી પણ કોગ્રેસના નેતાઓએ સુભાષબાબુને હાંસિયામાં ધકેલવાનું કામ કર્યું હતું. બારડોલીના હરિપુરા ગામમાં વર્ષ ૧૯૩૮માં સુભાષબાબુનાં આગમન વેળાના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ૫૧માં અધિવેશનના આયોજન અને વ્યવસ્થાની સમગ્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી હતી. સરદાર પટેલે અધિવેશન સ્થળનું નામ ‘વિઠ્ઠલનગર’ રાખ્યું હતું. ૫૧ શણગારેલા બળદગાડાં સાથે હરિપુરાથી વિઠ્ઠલનગર સુધી સુભાષચંદ્ર બોઝનું સરઘસ કાઢીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રૂપાણીનું પરાક્રમ દિવસ નિમિત્તે સંબોધન

સુભાષ બાબુ પ્રખર જ્ઞાની હતા. તેઓ એ જનામાનામાં આઈસીએસ થયા હતા. કોંગ્રેસમાં જાેડાઇ દેશ સેવા કરવા લાગ્યા હતા. આઝાદીની ચળવળમાં બંગાળ અને ગુજરાતનો સંબંધ હતો. દેશના ભાગલા ન પડે તેવી વાત સુભાષબાબુએ કરી હતી. સુભાષબાબુએ કહ્યું હતું કે અંગ્રેજાે કે ભૂત બાતો સે નહી માનેંગે. પ્રથમ વિશ્વયુદ્વનો લાભ લેવાની સુભાષબાબુએ વાત કરી હતી. કોંગ્રેસના લોકોએ આ વાત સમજવા તૈયાર ન થયા. સુભાષબાબુ કોંગ્રેસના પ્રમુખ બન્યા ત્યારે કમિટીએ સહયોગ ન આપ્યો. બાદમાં સુભાષબાબુએ ફોરવર્ડ બ્લોક નામની પાર્ટી બનાવી. સુભાષબાબુ જીવે છે કે મરી ગયા તે જાણવાની કોંગ્રેસે દરકાર ન લીધી. સુભાષબાબુ હોત તો પાકિસ્તાન બન્યુ જ ન હોત. સુભાષબાબુ હોત તો ભારત ઇઝરાયેલની જેમ હુંકાર કરતું હોત.

Follow Me:

Related Posts